IED/ દિલ્હીને હચમચાવી નાખવાનું ષડયંત્ર નિષ્ફળ, બંધ ઘરમાંથી મળ્યો IED

દિલ્હી પોલીસે સીમાપુરી વિસ્તારમાં એક ઘરમાંથી IED મળી આવ્યો છે. NSG કમાન્ડો અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. NSGની ટીમ બોમ્બને ખુલ્લા વિસ્તારમાં લઈ જઈને નષ્ટ કરશે.

Top Stories India
અફઘાન 11 દિલ્હીને હચમચાવી નાખવાનું ષડયંત્ર નિષ્ફળ, બંધ ઘરમાંથી મળ્યો IED

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ફરી એકવાર દેશની રાજધાની દિલ્હીને હચમચાવી નાખવાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે ગુરુવારે સાંજે દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં એક બંધ મકાનમાંથી એક IED (ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ) જપ્ત કર્યો હતો. NSG (નેશનલ સિક્યુરિટી ગાર્ડ) કમાન્ડો અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. NSGની ટીમ બોમ્બને ખુલ્લા વિસ્તારમાં લઈ જઈને નષ્ટ કરશે.

રૂમમાં ત્રણ-ચાર છોકરાઓ રહેતા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાઝીપુર IED કેસની તપાસ કરી રહેલા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને બપોરે 2 વાગ્યે શંકાસ્પદ બેગની માહિતી મળી હતી. આ પછી પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે સીમાપુરીના એક મકાનમાં દરોડો પાડ્યો હતો. ઘર પહેલેથી જ બંધ હતું. તલાશી દરમિયાન રૂમમાં રાખેલી બેગમાંથી સીલબંધ પેક કરેલ સામાન મળી આવ્યો હતો. શંકાસ્પદ વસ્તુ અન્ય બેગમાં મૂકવામાં આવી હતી અને પછી તેની તપાસ કરવામાં આવી હતી.

તપાસ કરતાં તે IED હોવાનું બહાર આવ્યું. આ પછી NSG અને એન્ટી બોમ્બ સ્ક્વોડને બોલાવવામાં આવી હતી. જે રૂમમાંથી બોમ્બ મળ્યો હતો ત્યાં ત્રણ-ચાર છોકરાઓ ભાડેથી રહેતા હતા. તેઓ ફરાર છે. પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે. દિલ્હીના ગાઝીપુરમાં મળેલા IED કેસની તપાસ દરમિયાન પોલીસને આ સફળતા મળી છે. પોલીસ હવે એ જાણવાની કોશિશ કરી રહી છે કે IED રાખનારા છોકરાઓ કોણ છે અને તેમનું નેટવર્ક કોની સાથે છે. દિલ્હી પોલીસના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ IEDનું વજન ત્રણ કિલોગ્રામ છે. તે જાન્યુઆરીમાં ગાઝીપુરમાં મળેલા IED જેવું જ છે.

ગાઝીપુર ફૂલ માર્કેટમાંથી બોમ્બ મળ્યો હતો
જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના ગાઝીપુર ફૂલ મંડીમાં એક IED મળી આવ્યો હતો. સુરક્ષા દળો દ્વારા તેને નષ્ટ કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે આતંકવાદીઓ દિલ્હીમાં આતંક મચાવવાના ષડયંત્ર પર કામ કરી રહ્યા છે.

World / નેહરુનું ભારત એક એવું બની ગયું છે જ્યાં અડધા સાંસદો સામે દુષ્કર્મ અને હત્યા જેવા ફોજદારી આરોપો પેન્ડિંગ છે :સિંગાપોરના વડા પ્રધાન

Gujarat / રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન જાહેર, શાળા કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઈન

કચ્છ / કચ્છમાં વધુ 7 પાકિસ્તાની બોટ ઝડપાઇ, ઘુષણખોરો માટે લાલ જાજમ બનતો દરિયાકિનારો