મહારાષ્ટ્રમાં રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીઓ માટે નામાંકન પ્રક્રિયા પાર કરી દીધી છે, પરંતુ મહારાષ્ટ્રમાં સુરક્ષા અંગે હજુ પણ શંકાનાં વાદળો છવાયેલા દેખાયા છે, સરકાર આ મુદ્દે સંપૂર્ણપણે નિષ્ફળ દેખાઇ રહી છે, ગુના એટલી હદે વધી ગયા છે કે સત્તા પર રહેલા ભાજપનાં નેતા મંત્રી જ હવે સુરક્ષીત રહ્યા નથી.
નવો મામલો, મહારાષ્ટ્રનાં જલગાંવમાં, ભાજપનાં કોર્પોરેટર રવિન્દ્ર ખરાતનાં પરિવારને અજાણ્યા શખ્સોએ ગોળી મારી અને છરી વડે હુમલો કર્યો હતો, જેમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં. ભુસાવલ શહેરમાં રાત્રે 9.30 વાગ્યે આ ભયાનક ઘટના બની હતી, જેનાથી સમગ્ર શહેરમાં ડરનો માહોલ ફેલાઇ ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપનાં કોર્પોરેટર રવિન્દ્ર ખરાત સમતા નગરમાં તેમના ઘરની બહાર બેઠા હતા, ત્યારે બે લોકોએ તેમના ઉપર ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. ગોળીનો અવાજ સાંભળીને તેમનો ભાઈ સુનીલ ખરાટ બહાર આવ્યો, તો હુમલો કરનારાઓએ તેને પણ ગોળી મારી દીધી હતી.
ત્યારબાદ સુનીલ ખરાત પોતાનો જીવ બચાવવા માટે બાજુનાં મકાનમાં ઘુસી ગયા હતા, હુમલો કરનારાઓએ ત્યાં તેમનો પીછો કર્યો અને સુનીલ ખરાતને છરીનાં ઘા મારી હુમલો કર્યો, બાદમાં હુમલો કરનારા રોહિત અને પ્રેમ સાગરે, રવિન્દ્ર ખરાતનાં બંને પુત્રો અને તેના એક મિત્ર ઉપર પણ છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં બેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે લોકોનાં મોત સિવિલ હોસ્પિટલ લઈ જતાં માર્ગમાં થયા હતા, આ ઘટનામાં મૃતક રવિન્દ્રની પત્ની પણ ઘાયલ થઈ ગઈ છે, જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સુત્રોનાં જણાવ્યા મુજબ હત્યા પૂર્વગ્રહનાં કારણે ઘટી હોવાનુ સામે આવી રહ્યુ છે. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે 3 લોકોની અટકાયત કરી છે.
- રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
- “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
- https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN