Not Set/ રાજકોટ: છેડતી થઈ છે કે કેમ તે તપાસવા લેવાઈ અગ્નિપરીક્ષા

રાજકોટ એક સત્યુગ હતો જ્યારે સીતાએ પોતાની પવિત્રતા સાબિત કરવા અગ્નિ પરીક્ષા આપવી પડી હતી. તો એ જ સત્યુગમાં રામ દ્વારા રાવણનો વધ પણ કરવામા આવ્યો હતો. પરંતુ સત્યુગથી ચાલી આવતી એજ પરંપરા હજુ પણ યથાવત છે. હજુ પણ આપણા સમાજમા રાવણો જીવિત છે અને હજુ પણ અગ્નિ પરીક્ષા યથાવત છે. તો વાત કરીએ રાજકોટમાં […]

Top Stories Trending
rajkot રાજકોટ: છેડતી થઈ છે કે કેમ તે તપાસવા લેવાઈ અગ્નિપરીક્ષા

રાજકોટ

એક સત્યુગ હતો જ્યારે સીતાએ પોતાની પવિત્રતા સાબિત કરવા અગ્નિ પરીક્ષા આપવી પડી હતી. તો એ જ સત્યુગમાં રામ દ્વારા રાવણનો વધ પણ કરવામા આવ્યો હતો. પરંતુ સત્યુગથી ચાલી આવતી એજ પરંપરા હજુ પણ યથાવત છે. હજુ પણ આપણા સમાજમા રાવણો જીવિત છે અને હજુ પણ અગ્નિ પરીક્ષા યથાવત છે. તો વાત કરીએ રાજકોટમાં બનેલી શર્મસાર અને ચોંકાવનારી ઘટનાની. પોતાની છેડતી નથી થઇ એ સાબિત કરવા માટે સગીરાને ઉકળતા તેલમાં હાથ નંખાવવામાં આવ્યા હતાં.

પીડિતાનું શું કહેવું છે.

પીડિતાનું કહેવું છે કે, હુ મારા ઘરે એકલી હતી ત્યારે રાહુલ પરમાર મારા ઘરે આવ્યો હતો. મારી છેડતી કરવાની કોશીષ કરી હતી. જે બાબત મે મારા માતા પિતા અને રાહુલની પત્ની સુમનને જણાવતા તેણે મારા ચારીત્ર પર શંકા કરી જણાવ્યુ હતુ કે મને મારા પતિ  પર પુરૂ ભરોષો છે. તે ક્યારેય પણ આવુ કરે જ નહી. તો ત્યારબાદ મારી સત્યતા પારખવા તાવો કરવાનુ કહેલુ. જે બાદ પારખા સમયે હુ મારી માતા અને મારો મંગેતર વિપુલ પણ હાજર હતા. તો સામા પક્ષે રાહુલ અને તેની પત્ની સુમન અને તેના પરિવારજનો પણ હાજર હતા. મને રાહુલની પત્ની એ કહ્યુ કે તુ તેલમા હાથ નાંખ મે કહ્યુ કે પહેલા તારા પતિને કે તેલમા હાથ નાંખે ત્યારબાદ મને ના પાડી અને બળજબરી પુર્વક મારા હાથ નંખાવ્યા.

પોલિસનુ શું કહેવુ છે.

તો બિજી તરફ પોલિસનુ કહેવુ છે કે છેડતીની કોઈ ફરિયાદ પિડીતા દ્વારા તેમને મળી નથી. તેમને જે ફરિયાદ મળી છે તે મુજબ રાહુલ અને સગીરા વચ્ચે પ્રેમ સંબંઘ હોઈ જે બાબતની શંકા રાહુલની પત્ની સુમને જતા આ પ્રકારના પારખા કરાવવામા આવ્યા હતા.

વધુમાં પોલીસે જણાવ્યું હતું કે અમને હજુ સુધી છેડતીની ફરિયાદ નથી  મળી આગળ પુછપરછમા જો પીડિતા જણાવશે તો અમે તેની કલમો હેઠળ ગુનો દાખલ કરશુ. હાલ અત્યારે અમે 114 અને 346(1) અંતર્ગત ફરીયાદ નોંધી આરોપી રાહુલની ધરપકડ કરી છે.

આખરે આ પ્રકારની અગ્ની પરીક્ષા ક્યારે બંધ થશે

ત્યારે પોલિસ તપાસમા શુ વધુ બહાર આવશે તે જોવુ રહ્યુ. તેમજ ક્યા સુધી સ્ત્રીઓએ અગ્ની પરીક્ષા આપવી પડશે તે પણ એક મોટો સવાલ છે તો સાથો સાથ સવાલ એ પણ છે કે આખરે આ પ્રકારની અગ્ની પરીક્ષા ક્યારે બંધ થશે.