અરવલ્લીઃ પ્રજાની સલામતી અને સુખાકારી Loot સરકારનું ધ્યેય હોય છે, પણ આ જ પ્રજાના પ્રતિનિધિના જ ઘરે ચોરી થતી હોય તો પછી પ્રજાની તો વાત જ ક્યાં આવે છે. ભિલોડાના ભાજપના ધારાસભ્ય પી સી બરંડાના ઘરમાં વાંકાટીબા ખાતેના Arvalli News ગામમાં લૂંટ થતાં સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો છે. પોલીસ પણ આ ઘટનાના લીધે સ્તબ્ધ થઈ ગઈ છે અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ધારાસભ્ય પણ પાછા જેવા તેવા નથી, તેઓ અગાઉ પણ એસપી રહી ચૂક્યા છે. આમ ભૂતપૂર્વ એસપી અને વર્તમાન ધારાસભ્ય હોવા છતાં પણ ચોરોએ તેમની કોઈ તમા રાખી નથી.
ધારાસભ્યના ઘરે ત્રાટકેલા ચોરોએ તેમની પત્નીને Loot ઘરમાં બંધક બનાવીને લૂંટ કરી હતી. સદનસીબે તેઓએ તેટલું તો ધ્યાન રાખ્યું હતું કે તેમની પત્નીને બંધક બનાવવા દરમિયાન તેમને કોઈ ઇજા ન પહોંચે. ચોરોએ સોના-ચાંદીના દાગીના Arvalli News સહિત રોકડની લૂંટ કરી હતી. ધારાસભ્યના ત્યાં ધાડ પડી હોય ત્યાં પછી કંઈ હાથમાં ઓછું તો થોડું આવે, દલ્લો જ આવેને. આમ ચોરોએ પણ બરોબર લાગ જોઈને તેમને ત્યાં ધાડ પાડી હતી.
ધારાસભ્ય પી.સી. બરંડા ગાંધીનગર હતા Loot ત્યારે લૂંટારુંઓએ તેમને ત્યાં લૂંટ મચાવી હતી. આ સમાચાર મળવાના પગલે પી સી બરંડા ગાંધીનગરથી વતન પહોંચ્યા છે. અરવલ્લીની પોલીસમાં પણ મોટો તરખાટ મચી ગયો છે. તેથી એસપી સહિતનો મોટો કાફલો તેમના નિવાસ્થાને પહોંચ્યો છે.
હવે આ ચોરીના સગડ મેળવવા માટે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ Arvalli News લેવાઈ રહી છે. સીટીંગ એમએલએના ઘરમાં લૂંટ થઈ હોવાથી તંત્ર પણ બરોબર કામે લાગી ગયું છે. ચોરોને તો કદાચ તેઓ પકડી લેશે, પરંતુ ચોરીનો મુદ્દામાલ કબ્જે કરી શકશે કે કેમ તે મોટો સવાલ છે. ડોગ અને એફએસએલની મદદ પણ લેવી રહી છે.
ભાજપના ધારાસભ્યના ઘરમાં લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. તેમા પણ ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં તો આ ચોરે અને ચૌટે ચર્ચાતો વિષય બની ગઈ છે. લોકોમાં બસ આ ચોરીની જ ચર્ચા છે. કેટલાયનું કહેવું છે કે સામાન્ય ચોરીઓ સામે ગાફેલ રહેતી પોલીસ આ કેસમાં તો દમ લગાઈને તપાસ કરશે. ધારાસભ્યને પણ કદાચ ખબર પડશે કે કોઈ વ્યક્તિને ત્યાં ચોરી થાય તેના પછીની પોલીસ કાર્યવાહી શું હોય છે. તેની સાથે પોતાનું બહુમૂલ્ય અને મહેનતની સંપત્તિ ગુમાવનારની શું સ્થિતિ થાય છે.
આ પણ વાંચોઃ અંગદાન/ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં બનાવાયો છે ‘અમર કક્ષ’
આ પણ વાંચોઃ Hunter Biden Guilty/ ‘હન્ટર બાઈડનની નશાની લત અને ખોટી માહિતી, તેને જેલની હવા ખવડાવશે ?
આ પણ વાંચોઃ Gorgeous Girl/ ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રી ધરા ઉર્ફ શાઇની દોશીનો આજે બર્થડે,તેના જીવન સંઘર્ષો પર એક નજર..
આ પણ વાંચોઃ ખુશખબર/ ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખુશખબર, ટીમ ઈન્ડિયાનું Whatsapp ગ્રુપ શરૂ,આ રીતે જોડાઓ ગ્રુપમાં
આ પણ વાંચોઃ Haryana/ નૂહ હિંસા કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય મામન ખાનની ધરપકડ