અંગદાન/ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં બનાવાયો છે ‘અમર કક્ષ’

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં અમર કક્ષ બનાવવામાં Amar Kax આવ્યો છે. કોઈને પણ થાય કે આ અમર કક્ષ શું છે. આ અમર કક્ષમાં અંગદાન કરેલા તમામ લોકોના ફોટા લગાડવામાં આવ્યા છે.

Top Stories Ahmedabad Gujarat
For Vishal Jani 8 1 એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં બનાવાયો છે ‘અમર કક્ષ’

@Mehul Dudhrejia

અમદાવાદઃ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં અમર કક્ષ બનાવવામાં Amar Kax આવ્યો છે. કોઈને પણ થાય કે આ અમર કક્ષ શું છે. આ અમર કક્ષમાં અંગદાન કરેલા તમામ લોકોના ફોટા લગાડવામાં આવ્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ અંગદાતા અનેતેના કુટુંબીજનોને સન્માન આપવાનું છે. આમ બીજાને જીવતદાન આપનારને કાયમ માટે યાદ રાખવા માટે તેનું નિર્માણ કરાયું છે.

Civil Angadan 1 એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં બનાવાયો છે ‘અમર કક્ષ’

આ અંગે ડો. રજની પટેલે જણાવ્યું હતું કે અંગદાન આજના સમય માટે કેટલું મહત્વપૂર્ણ છે અને એક જ વ્યક્તિના અંગદાનના લીધે અત્યાર સુધીમાં કેટલાય લોકોને નવજીવન મળ્યું છે, તે દર્શાવવા તથા તેનું મહત્વ પુરવાર Amar Kax કરવા માટે 132 લોકોએ અંગદાન કર્યુ તેમના ફોટા લગાવવામાં આવ્યા છે. આના લીધે અંગદાન કરનારાને સન્માન આપવા ઉપરાંત બીજાને પણ અંગદાન માટે પ્રેરણા મળે છે.

એશિયાની સૌથી મોટી હોસ્પિટલના અભિગમથી અંગદાન વધ્યું છે. આ અંગદાન કરાવતા પહેલા પરિજનોને વિશ્વાસ અપાવવા માં આવે છે..એક અંગદાનથી કેટલા લોકોને ફાયદો થાય છે તે જણાવવામાં આવે છે. ત્યારબાદ Amar Kax આ બ્રેન ડેડ કે મૃત્યુ પામેલા વ્યક્તિનું અંગ દાન સ્વીકારવામાં આવે છે..પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અંગદાન કરનારા તમારા પરિજનોને શહીદોની જેમ જ યાદ કરવામાં આવે છે. શહીદો જેમ જીવન આપીને બીજાને જીવન બક્ષે છે તે જ રીતે મૃત્યુ પામનારા બંનેને યાદ કરવામાં આવે છે.

Civil Angadan એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં બનાવાયો છે ‘અમર કક્ષ’

આમ  અંગદાન કરનારાઓને અહીં એક શહીદ જેટલું જ સન્માન આપવામાં આવે છે. તેમને શહીદની જેમ જ યાદ કરવામાં આવે છે. મૃત્યુ પામનારનું અંગદાન કેટલીય વ્યક્તિઓને નવજીવન બક્ષે છે. તેથી તેમને Amar Kax જીવનદાતા પણ કહેવાય છે. એક રીતે વ્યક્તિ મૃત્યુ પામીને પણ કેટલાય લોકોને નવજીવન બક્ષીને તેના શરીરમાં વસે છે. આમ તે મૃત્યુ પામીને પણ આ રીતે અંગદાન વડે અમર થઈ જતો હોવાથી તેને યાદ કરવા માટે આ કક્ષને અમર કક્ષનું નામ આપવામાં આવ્યું છે. તેથી શક્ય છે કે સિવિલ હોસ્પિટલની આ પહેલને ગુજરાતની અને દેશની બીજી સરકારી હોસ્પિટલો પણ અનુસરે.

આ પણ વાંચોઃ Hunter Biden Guilty/ ‘હન્ટર બાઈડન એ નશાની લત છુપાવી  કરચોરી કરી’, શું યુએસ પ્રમુખના પુત્રને જેલમાં મોકલવામાં આવશે?

આ પણ વાંચોઃ Gorgeous Girl/ ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રી ધરા ઉર્ફ શાઇની દોશીનો આજે બર્થડે,તેના જીવન સંઘર્ષો પર એક નજર..  

આ પણ વાંચોઃ Asia Cup/ શ્રીલંકાએ ભારે રોમાંચક મેચમાં પાકિસ્તાનને 2 વિકેટથી હરાવ્યું, હવે ફાઇનલમાં ભારત સામે મુકાબલો

આ પણ વાંચોઃ ખુશખબર/ ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખુશખબર, ટીમ ઈન્ડિયાનું Whatsapp ગ્રુપ શરૂ,આ રીતે જોડાઓ ગ્રુપમાં

આ પણ વાંચોઃ Haryana/ નૂહ હિંસા કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય મામન ખાનની ધરપકડ