Not Set/ રાજ બબ્બરે PM મોદી પર બોલ્યો હુમલો, કહ્યું, “રૂપિયો તમારી માતાશ્રીની ઉંમર સુધી પહોંચી રહ્યો છે”

ઇન્દોર, મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં અવી રહેલો પ્રચાર પ્રસાર અંતિમ દોરમાં છે, ત્યારે પાર્ટીઓના નેતાઓ વચ્ચે પણ આરોપ – પ્રત્યારોપનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આ વચ્ચે કોંગ્રેસના નેતા રાજ બબ્બરે એક નિવેદન આપ્યું છે જેને લઈ વિવાદ ઉભો થયો છે. હકીકતમાં, મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા રાજ બબ્બરે ગુરુવારે ઇન્દોરમાં […]

Top Stories India Trending
Raj Babbar mocks PM Narendra mother Hira Baa age રાજ બબ્બરે PM મોદી પર બોલ્યો હુમલો, કહ્યું, "રૂપિયો તમારી માતાશ્રીની ઉંમર સુધી પહોંચી રહ્યો છે"

ઇન્દોર,

મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં અવી રહેલો પ્રચાર પ્રસાર અંતિમ દોરમાં છે, ત્યારે પાર્ટીઓના નેતાઓ વચ્ચે પણ આરોપ – પ્રત્યારોપનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

આ વચ્ચે કોંગ્રેસના નેતા રાજ બબ્બરે એક નિવેદન આપ્યું છે જેને લઈ વિવાદ ઉભો થયો છે.

1542881202 રાજ બબ્બરે PM મોદી પર બોલ્યો હુમલો, કહ્યું, "રૂપિયો તમારી માતાશ્રીની ઉંમર સુધી પહોંચી રહ્યો છે"
national-assembly-elections-madhya-pradesh-congress-leader-raj-babbar-mocks-pm-modis-mother-age rupees price

હકીકતમાં, મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા રાજ બબ્બરે ગુરુવારે ઇન્દોરમાં આયોજિત એક રેલીને સંબોધતા પીએમ મોદીની માતાની મજાક ઉડાવતા તેઓની તુલના ડોલરની સામે ગગળી રહેલી રૂપિયાની કિંમતો સાથે કરી દીધી છે.

ઇન્દોર ખાતે આયોજિત એક રેલીને સંબોધતા તેઓએ કહ્યું હતું કે, “તેઓ (PM મોદી) પોતાના ભાષણોમાં હંમેશાની માટે કહી રહ્યા છે કે, ડોલરના મુકાબલામાં રૂપિયો પ્રધાનમંત્રી (ડો. મનમોહન સિંહ)ની ઉંમરની નજીક સુધી પહોંચી રહી છે છે, ત્યારે પ્રધાનમંત્રી મહોદય, તમે ઈજ્જતથી નામ લીધું ન હતું, પરંતુ અમે એટલું કહેવા માંગીએ છીએ કે હવે રૂપિયો તમારી પૂંજનીય માતાશ્રીની ઉંમર (૯૭ વર્ષ) સુધી પહોંચી રહી છે”.

જો કે રાજ બબ્બરના આ વિવાદિત નિવેદન બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ પલટવાર કર્યો છે. તેઓએ કહ્યું હતું કે, “કોંગ્રેસ પોતાની ગરિમા ભૂલી ગઈ છે અને આ પ્રકારના નિવેદન આપી રહી છે. તેઓએ પોતાની ગરિમા બનાવી રાખવી જોઈએ”.

તેઓએ વધુમાં કહ્યું, “હું વાતની નિંદા કરું છું. રૂપિયો અને ડોલરની લડતમાં મોદીજીની માતાની તુલના કરવી એ તેઓની માનસિકતા બતાવે છે”.