સુરત: શહેરમાં ફરી એક વખત બેફામ ચાલતી બ્લ્યૂ બસે એક આધેડને ઉડાવતા તેનું મોત થયું હતું. આ અકસ્માત સર્જ્યા પછી લોકોએ બસના ડ્રાઇવરને જાહેરમાં લમધારી નાંખ્યો હતો.જોકે,પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, શહેરના ઉન પાટિયા વિસ્તારમાં BRTS બસે રોડ ક્રોસ કરતા યુવકને બસે ઉડાવ્યો હતો. સુરતની બ્લુ બસે અકસ્માત સર્જ્યા બાદ લોકોએ બસને ઉભી રખાવી હતી અને ડ્રાઇવરને પકડીને જાહેરમાં માર માર્યો હતો.અકસ્માત સર્જ્યા બાદ લોકોએ બસના કાચ પણ તોડી નાખ્યા હતા અને બસને નુકસાન કર્યું હતું. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઉલ્લેનીય છે કે, આ બીઆરટીએસ બસ અકસ્માતને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ પણ વાંચો: Shootout/ અમેરિકામાં 18 લોકોને ઠાર કરનારાની લાશ મળી, આત્મહત્યાની શંકા
આ પણ વાંચો: વતન પ્રેમ/ પીએમના આગમનને લઈને તડામાર તૈયારી, જબરજસ્ત સુરક્ષા વ્યવસ્થા
આ પણ વાંચો: Asian Para Games/ એશિયન પેરા ગેમ્સમાં ભારતે 26 ગોલ્ડ સહિત 100 મેડલ જીત્યા