Not Set/ ખેડા/ ડડુંસર ગામે બે જૂથ વચ્ચે અથડામણ, ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ડડુંસર ગામે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. બે જૂથો વચ્ચે અથડામણ થતા મામલો ગરમાયો છે. પથ્થરબાજોએ  ગ્રામ્ય પંચાયત અને દૂધની ડેરી પર પણ પથ્થરમારો કરી જાહેર સંપત્તિને નુકશાન પહોંચવાની કોશિશ કરી હતી.  જેની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મામલાને થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા. […]

Gujarat Others
cold 1 ખેડા/ ડડુંસર ગામે બે જૂથ વચ્ચે અથડામણ, ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ડડુંસર ગામે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. બે જૂથો વચ્ચે અથડામણ થતા મામલો ગરમાયો છે. પથ્થરબાજોએ  ગ્રામ્ય પંચાયત અને દૂધની ડેરી પર પણ પથ્થરમારો કરી જાહેર સંપત્તિને નુકશાન પહોંચવાની કોશિશ કરી હતી.  જેની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મામલાને થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર ડડુંસર ગામે બે કોમો વચ્ચે જૂથ અથડામણ સર્જયું હતું.  સમગ્ર ઘટની ની જો વાત કરવામાં આવે તો મહુધા તાલુકા ના ડડુંસર ગામમાં મુખ્ય માર્ગ પર બ્લીક નાખવાના મુદ્દે હિન્દૂ અને મુસ્લિમ કોમો વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. જેમાં એક જૂથે બીજા જૂથ પર ભારે પથ્થરમારો કર્યો હતો.

cold 2 ખેડા/ ડડુંસર ગામે બે જૂથ વચ્ચે અથડામણ, ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું

ગ્રામ્ય પંચાયત તથા દૂધ ની ડેરી પર પણ પથ્થરમારો કરી જાહેર સંપત્તિને નુકશાન પહોંચવાની કોશિશ કરી હતી.  જેની જાણ સ્થાનીક  પોલીસ ને થતા ડી.વાય.એસ.પી, મામલતદાર સહિત Lcb , sog સહિત ની પોલીસ કાફલો ડડુંસરમાં ખડકી દેવામાં આવ્યો હતો.

હાલ જો પરિસ્થિતિમાં ની વાત કરવા જઈએ તો હાલ પૂરતી અજંપા ભરી શાંતિ જોવા મળી હતી અને સમગ્ર ગામ પોલીસ છવાણી માં ફેરવાયું હોઈ તેમ લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.