બનાસકાંઠા/ અમીરગઢમાં સરકારી જમીન ખેડૂતોને ફાળવણી કરી લાખો પડાવ્યા, પોલીસે કરી આરોપીની ધરપકડ

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના મહાદેવીયા ઉમરકોટ ગામના એક વ્યક્તિ 5 જાન્યુઆરી 2024ના મામલતદારને મળવા પહોંચેલ જેઓ ઉમરકોટની જમીન અંગેની અરજીનું પંચનામુ કરવા મામલતદારને કહેલું હતું

Top Stories Gujarat Others
YouTube Thumbnail 49 અમીરગઢમાં સરકારી જમીન ખેડૂતોને ફાળવણી કરી લાખો પડાવ્યા, પોલીસે કરી આરોપીની ધરપકડ

Banaskantha News: અમીરગઢના ઉમરકોટ ગામમાં અઢી અઢી લાખમાં સરકારી જમીન ફાળવણી કરવાનું કૌભાંડ સામે આવ્યુ હતું. સરકારી જમીનની ફાળવણી માટે અઢી અઢી લાખ રુપિયાની રકમ ઉઘરાવી લેવામાં આવી હતી. આ માટે જમીન ફાળવણીના ખોટા હુકમો તૈયાર કરવામાં આવ્યા હતા. જે હુકમમાં અમીરગઢ મામલતદારના રાઉન્ડ સીલ અને ખોટી સહીઓ કરવામાં આવી હતી.હવે આ મામલે અમીરગઢ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના મહાદેવીયા ઉમરકોટ ગામના એક વ્યક્તિ 5 જાન્યુઆરી 2024ના મામલતદારને મળવા પહોંચેલ જેઓ ઉમરકોટની જમીન અંગેની અરજીનું પંચનામુ કરવા મામલતદારને કહેલું હતું. જોકે અમીરગઢ મામલતદાર વિક્રમ કુમાર રાવલે તે વ્યક્તિને નિયમ અનુસાર કાર્યવાહી થશે તેવું જણાવેલ હતું. જેથી ઉમરકોટના વ્યક્તિએ મામલતદાર ને કહ્યું હતું કે ઉમરકોટની જમીન ફાળવવા મામલતદાર કચેરી દ્વારા હુકુમ કરેલ છે વ્યકિતએ મામલતદારને પોતાની પાસેની હુકુમની કોપી બતાવતા મામલતદાર ચોકી ઉઠ્યા હતા.

અમીરગઢ મામલતદારે પોતાના કચેરીમાં અન્ય અધિકારીઓને પૂછતા ઓફિસમાંથી આવા કોઈ હુકમ થયેલ ના હોવાનું મામલતદાર ને જાણવા મળ્યું હતું. હુકમમાં સિક્કો તેમજ કચેરીનો ગોળ રાઉન્ડસીલ અને મામલતદારની સહી પણ હતી. જોકે આ હુકુમ બનાવટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ મામલતદાર ને જાણવા મળ્યું. જે આ બનાવટી હુકમો જમીન ગ્રાન્ટ કરવામાં આવેલી છે તે જમીન ગ્રાન્ટ કરવાના અધિકાર મામલતદારને નથી. આ હુકુમ સંપૂર્ણ બનાવટી હોવાનું અને લોકો સાથે છેતરપિંડી કરવાના ઇરાદાથી કરવામાં આવેલ હોવાનું સ્પષ્ટ થયું હતું.

મહાદેવ ઉમરકોટના વ્યક્તિઓએ અમીરગઢ મામલતદારને કહ્યું કે, આવા હુકમો આશરે 50 એક અલગ અલગ વ્યક્તિ ઓને આપવામાં આવેલા છે અને દરેક હુકમ દીઠ દરેક વ્યક્તિઓ પાસેથી અઢી લાખ રૂપિયા લેવામાં આવેલા છે. અમીરગઢ મામલતદાર વિક્રમ રાવલે અમીરગઢ પોલીસ મથકે ઉમરકોટ મહાદેવીયાના વ્યક્તિએ આપેલ બનાવટી હુકમ આધારે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ આધારે અમીરગઢ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પ્રસુતાનું મોત થતાં હોસ્પિટલને સળગાવવાનો પ્રયાસ

આ પણ વાંચો:રાજકોટનું ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ હવે આ નામથી ઓળખાશે, ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રમાશે

આ પણ વાંચો:ગૌચર જમીન મુદ્દે પશુપાલકે કર્યો આપઘાતનો પ્રયાસ