Not Set/ સુરત/ ચીની રાષ્ટ્રપતિ જિન પિંગના ફોટાના બેનર પર બુટ-ચંપલ વડે ઘા કરી ચાઇનીઝ ઉત્પાદનોની તોડફોડ

ભારત સાથે ચાઇના દ્વારા બોર્ડર પર નાપાક હરકત કરાતા ભારતના 20 જવાન શહીદ થયા છે .જેને લઈ આજે સમગ્ર દેશમાં ચાઇનાનો વિરોધ થઈ રહ્યો છે. આજે સુરતમાં કારગીલ ચોક ખાતે પણ સુરતી દ્વારા ચાઇના સામે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. જેમાં લોકોએ ચાઇનાની ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, ટીવી તોડફોડ કરી હતી. સાથે ચાઇનાના ફ્લેગ અને રાષ્ટ્રપતિ જિન […]

Gujarat Surat
113bafdabdce83dff909c4c54e9454c6 સુરત/ ચીની રાષ્ટ્રપતિ જિન પિંગના ફોટાના બેનર પર બુટ-ચંપલ વડે ઘા કરી ચાઇનીઝ ઉત્પાદનોની તોડફોડ

ભારત સાથે ચાઇના દ્વારા બોર્ડર પર નાપાક હરકત કરાતા ભારતના 20 જવાન શહીદ થયા છે .જેને લઈ આજે સમગ્ર દેશમાં ચાઇનાનો વિરોધ થઈ રહ્યો છે. આજે સુરતમાં કારગીલ ચોક ખાતે પણ સુરતી દ્વારા ચાઇના સામે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.

જેમાં લોકોએ ચાઇનાની ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, ટીવી તોડફોડ કરી હતી. સાથે ચાઇનાના ફ્લેગ અને રાષ્ટ્રપતિ જિન પિંગના ફોટાના બેનર પર બુટ ચંપલ વડે મારી પોતાની દેશભક્તિ અને ચાઇના સામેનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. એટલું જ નહીં જિન પિંગના બેનરના ફોટાને રસ્તા પર મુકી આવતા જતા રાહદારી પાસે પણ ચંપલ મરાવડાવ્યા હતા. સાથે સાથે વાહનો પણ તેની પરથી પસાર કરાવી ચીન વિરુદ્ધમાં હાય હાયના નારા બોલાવ્યા હતા. જોકે સુરતના યુવા ગ્રુપ દ્વારા ચાઇનાનો વિરોધ કર્યા બાદ દેશના શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે.

ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યુઝ, સુરત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.