આમદાવાદનાં હાથીજણ પાસે આવેલી DPS સ્કૂલ સંકુલમાં ચાલતા સ્વામી નિત્યાનંદ આશ્રમમાં યુવતીઓના ગુમ થવાના મામલે પોલીસ ફરિયાદ બાદ વિવિધ પાસાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. પૂર્વે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસનાં અંતે જે આશ્રમને ક્લિન ચીટ આપી હતી. હવે આ કેસમાં પોલીસ દ્વારા આશ્રમની બે સંચાલીકાની ધરપકડ કરવામાં આવી છે. તત્વપ્રિય અને પ્રાણપ્રિયા નામની બે સંચાલીકાની પોલીસે સગીરાઓ સાથે દુર્વ્યવહાર બદલ ધરપકડ કરી છે.
૨ નવેમ્બરના રોજ, ગુમસુદા યુવતીઓના બે નાના ભાઈ-બહેન જે પણ આશ્રમ ખાતે જ તેમની સાથે રેહતા હતા. તેમની કસ્ટડી માતા-પિતાને સોપવામાં આવી હતી. જેમની સઘન પૂછપરચમાં બહાર આવેલા કેટલાક તથ્યોને આધારે આ બંને આશ્રમ સંચાલીકાની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે.
આ બાળકોએ જણાવ્યું કે, તેમને આશ્રમ થી દુર પુષ્પક સિટી નામની સોસાયટીમાં એક બંગલામાં રાખવામાં આવ્ય હતા. જ્યાં તેમને સ્વામીજીના આશ્રમ માં ચાલતી પ્રવૃતિનું ફરજીયાત પ્રમોશન, જેમાં આશારામની વિવિધ પ્રવૃતિના ફેસબુક પર ફોટો શેર કરવા ટારગેટ આપવામાં આવતો હતો. ગમે તે સમયે તૈયાર થઇ ને ડાન્સ કરાવતા હતા. સાથે રાત દિવસ પ્રમોશન નું કામ તો ખરુજ. જે આશ્રમ સંચાલિકા ફરજીયાત આ બાળકો પાસે કરાવતી હતી. સાથે સાથે તેમને એક થી સાત કરોડ રૂપિયા ઉઘરાવવાનો ટારગેટ પણ આપવામાં આવ્યો હતો. અને જો કોઈ ને પણ આશ્રમની બહાર આ બધી જાણ કરી છે તો જાન થી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
પોલીસ દ્વારા આ સંદર્ભે બને આશ્રમ સંચાલીકાની ધરપકડ કરી તેને સવારે પોલીસની 3 ટીમો સાથે અમદાવાદની મેટ્રો કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવી હતી. નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલો વધુ તપાસની જરૂર હોઇ બંને મહિલા આરોપીઓની પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ 10 દિવસની રિમાન્ડની માંગણી કરવામં આવી હતી. જો કે, કોર્ટ દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગણી ન કરવામાં આવતા બનેં આરોપીનાં 5 દિવસનાં રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.