Heavy Rain/ જાણો ગુજરાતમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ

વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે દ્વારકાના ખંભાળિયામાં 9 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વિસાવદરમાં 8 ઈંચ અને વલસાડના પારડીમાં 7 ઈંચ વરસાદ પડ્યો છે.

Top Stories Gujarat
Gujarat Heavy rain 1 2 જાણો ગુજરાતમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ

વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે દ્વારકાના ખંભાળિયામાં 9 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વિસાવદરમાં 8 ઈંચ અને વલસાડના પારડીમાં 7 ઈંચ વરસાદ પડ્યો છે.

આ તરફ વહેલી સવારથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. જેમાં વડોદરા શહેરમાં વહેલી સવારે 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ધરમપુર, ડોલવણ, વલસાડમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે વડોદરાના પાદરામાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. ઉમરગામ, કલ્યાણપુર, વાપી, ચીખલીમાં 3.5 ઈંચ વરસાદ, જ્યારે ભાવનગરના મહુવામાં 3, રાણાવાવમાં 2.5 ઈંચ વરસાદ પડ્યો છે.

આ વર્ષે રાજ્યમાં સરેરાશ 63.22 ટકા વરસાદ વરસ્યો છે. ત્યારે બીજી તરફ કચ્છમાં અત્યાર સુધીમાં સરેરાશ 119.90 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર માં 92.02 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 49.82 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઉત્તર ગુજરાતમાં 55. 97 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. પૂર્વ- મધ્ય ગુજરાતમાં 49.02 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં હજુ 3 દિવસ ધોધમાર વરસાદની આગાહી છે. આજે રાજ્યના બે જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે. આજે બે જિલ્લામાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. વલસાડ, ભાવનગરમાં હવામાન વિભાગનું રેડ એલર્ટ છે. જ્યારે અમદાવાદમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. કાંઠામાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે ગુજરાતમાં સિઝનનો સરેરાશ 65 ટકા વરસાદ નોંધાયો છે.

 

આ પણ વાંચોઃ પાકિસ્તાન/ પાકિસ્તાનમાં ત્રણ હિંદુ બહેનોનું એકસાથે કરવામાં આવ્યું અપહરણ, બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવીને લગ્ન કર્યા

આ પણ વાંચોઃ China News/ ચીનના વિદેશ મંત્રી ગયા મહિનાથી ગુમ, હવે આ કારણે શી જિનપિંગ તણાવમાં આવી ગયા છે

આ પણ વાંચોઃ Newzealand Shootout/ ન્યૂઝીલેન્ડમાં જ અમેરિકા જેવું શૂટઆઉટઃ વીમેન્સ વર્લ્ડકપની પૂર્વસંધ્યાએ ગોળીબારમાં બેના મોત

આ પણ વાંચોઃ America/ પ્રેંક કરવાવાળા ત્રણ કિશોરોની હત્યા કરવાના મામલામાં ભારતીય મુળના યુવકને આજીવન કેદ 

આ પણ વાંચોઃ Kanwar Yatra Japan/ જાપાનમાં ગૂંજ્યો હર હર મહાદેવનો નાદ, શિવભક્તોએ 82 KM લાંબી કાવડ યાત્રા નીકાળી