vadodra police/ વડોદરામાં ઉછીના આપેલા નાણાં પરત માંગતા થઈ હત્યા

ક્રાઈમ પેટ્રોલ જોઈને ઘડ્યું કાવતરૂ

Vadodara Gujarat
Beginners guide to 2024 04 15T172440.540 વડોદરામાં ઉછીના આપેલા નાણાં પરત માંગતા થઈ હત્યા

Vadodra News : કોઈને ઉધાર રૂપિયા આપતા પહેલા વિચાર કરવો પડે એવો કિસ્સો વડોદરામાં બન્યો છે. વડોદરામાં પ્રાઈવેટ ફાઈનાન્સરે એક જીમ ટ્રેનરને આપેલા ઉધાર નાણાંની ઉઘરાણી કરતા તેની હત્યા કરી નાંખવામાં આવી હતી. હત્યા કરતા પહેલા આરોપીએ ક્રાઈમ પેટ્રોલ સિરીયલ જોઈ હતી અને પુરાવાનો નાશ કરવાની તાલિમ પણ લીધી હતી. હાલમાં પોલીસે માતા પુત્રને કોર્ટમા હાજર કરીને 4 દિવસના રિમાન્ડ મેળવીને તપાસ હાથ ધરી છે.

વડોદરાના મકરપુરામાં રહેતો જૈમીન પંચાલ ઘાનગી ફાયનાન્સનો ધંધો કરતો હતો. પંચાલ બોડી ફેક્ટરી નામના જીમમાં કસરત માટે જતો હતો. ત્યાં જીમ ટ્રેનર સતીશ વસાવા સાથે તેની મિત્રતા થઈ હતી. બાદમાં સતીશ વસાવાએ જૈમીન પંચાલ પાસેથી  દોઢ લાખ રૂપિયા ઉછીના લીધા હતા. જૈમીન પંચાલે તેના રૂપિયા માટે વારંવાર સતીશ પાસે ઉઘરાણી કરતો હતો. જેને કારણે સતીશ પંચાલે જૈમીનની હત્યાનું કાવતરબ ઘડ્યું હતું. જેના માટે સતીશે ક્રાઈમ પેટ્રોલના વિવિધ એપિસોડ જોયા હતા.

જેને આધારે 31 માર્ચે બપોરે સતીશે જૈમીનને પોતાના ઘરે બોલાવ્યો હતો. જેમાં બન્નેએ ચિક્કાર દારૂ પીધ હતો. બાદમાં સતીશે જૈમીનનું ઓશિકા વડે ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ સતીશ વસાવાએ તેની માતા સાથે મૃતકની લાશ બાઈક પર મુકીને રાઘુપુરા કુંઢેલા ગામની વચ્ચેથી પસાર થતી માઈનોક કેનાલમાં ફેંકી દીધી હતી.

બીજીતરફ જૈમીન ગરેથી વસાવાને ઘરે જતો હોવાનું કહીને ગયો હતો. મોડી રાત સુધી ઘરે ન આવતા તેના પિતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેની ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસે સતીશની પુછપરછ કરતા તે ખોટી સ્ટોરી બનાવીને પોલીસને ગોળ ગોળ ફેરવવા લાગ્યો હતો. જેમાં મૃતકને કોઈ યુવતી સાથે પ્રેસંબંધ હોવાથી ભાગી ગયો હોવાનું જુટ્ટાણું ચલાવ્યું હતું. પોલીસે તપાસ કરી પણ તેમાં કંઈ તથ્ય જણાયું નહી. પોલીસે લાલ આંખ કરતા સતીશે જૈમીનની હત્યા કરીને લાશ માઈનોર કેનાલમાં ફેંકી દીધાની હકીકત જણાવી હતી. તપાસમાં આરોપી તેની માતા સાથે મૃતકની બાઈક પર ડોભોઈ તરફ જતા સીસીટીવી ફૂટેજમાં દેખાયા હતા.

બાદમાં કેનાલમાં તપાસ હાથ ધરીને મૃતકની લાશ શોદી કાઢી હતી.

વધુ તપાસમાં સતીશ જે જીમમાં ટ્રેનર તરીકે કામ કરતો હતો તે જીમ તેના માલિક પાસેથી ભાડેથી લીધું હતું. જેમાં તેને 8 થી 9 લાખ દેવુ થઈ ગયું હતું. જેને કારણે તેણે જૈમીનની હત્યા કરીને તેણે પહેરોલા દાગીના મુથુટ ફાયનાન્સ કંપનીમાં ગિરવે મુકી દીધો હતો. તેમાંથી મળેલા રૂપિયામાંથી દેવાદારોને દેવુ ચુકવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચેક રિટર્નના કેસો માટે 15 નવી કોર્ટ ઊભી કરાશે

આ પણ વાંચો: અંકલેશ્વરમાં ટ્રેન નીચે પડતું મૂકી યુગલનો આપઘાત, ઘટનાની જાણ થતા રેલ્વે પોલીસ દોડી આવી

આ પણ વાંચો: ક્ષત્રિય સમાજને મનાવી લેવાનો ભાજપને વિશ્વાસઃ પાટિલ

આ પણ વાંચો: પોરબંદર ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ભર્યું નામાંકન ફોર્મ