ભરૂચ: રેલ્વે ટ્રેક પર એક યુગલે આપઘાત કરવાની ઘટના સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. ભરૂચથી અંકલેશ્વર તરફ જતા રેલ્વે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મૂકી યુવક યુવતીએ આપઘાત કર્યો. ઘટનાની જાણ થતા રેલ્વે પોલીસ દોડી આવી. પોલીસે આપઘાત કરનાર યુવક અને યુવતી ક્યાંના છે, અને શું કામ તેમણે આ પગલુંભર્યું જેવી બાબતોની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ યુગલ પરિણીત હોવાનું સામે આવ્યું છે. તેમજ યુવક મુસ્લિમ હોવાનું જાણવા મળ્યું.
રવિવારના રોજ સાંજના સમયે ભરૂચથી અંકલેશ્વર તરફના જુના બોરભાઠા બેટ નજીક રેલ્વે ટ્રેક પર યુવક-યુવતીએ આપઘાત કર્યો. બોરભાઠા ગામના લોકોને આ ઘટનાની જાણ થતાં ત્યાં આવી પંહોચ્યા. જાગૃત ગ્રામજન દ્વારા આ ઘટનાની રેલ્વે પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પંહોચતા વધુ તપાસ હાથ ધરી છે. બંને મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસને ઘટનાસ્થળ પરથી મોપેડ ટૂ-વ્હીલર મળી આવ્યું. અનુમાન છે કે સંભવત યુગલ આ વાહન પર જ આવ્યા હશે અને ટ્રેન નીચે પડતું મૂકયું હશે.
પોલીસને આ બનાવની વધુ તપાસ કરતા યુવક અંકલેશ્વરના ગુરુનાનક મંદિર પાછળના હસ્તી વાવ પાસે રહેતો હતો જ્યારે યુવતી પણ અંકલેશ્વરની જ હતી અને મુલ્લાવાડમાં રહેતી હતી તેનું નામ અમરીનબાનું જેનુરઆબીદીન બરફવાલા હોવાનું જાણવા મળ્યું. આપઘાત કરેલ યુગલમાં યુવક તોફિક શેખના લગ્ન થઈ ગયેલા છે અને પત્ની ઇદ કરવા ત્રણ વર્ષની પુત્રીને લઈને પિયર ગઈ હતી. યુગલે ક્યાં કારણોસર આપઘાત કર્યો તેની પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:દિલ્હી-સુરતની ફ્લાઈટમાં એક યાત્રીએ કર્યું એવું કે, ત્યારબાદ તેની કરવી પડી ધરપકડ
આ પણ વાંચો:જૂનાગઢમાં મંગેતરે આપઘાત કરતાં યુવતીની પણ આત્મહત્યા
આ પણ વાંચો:CM ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે, ઉમેદવારના સમર્થનમાં કરશે પ્રચાર
આ પણ વાંચો:ભાવનગરમાં દારૂના રૂપિયાના બદલે ઠપકો આપતા પુત્રએ પિતાની હત્યા કરી