Loksabha Election 2024/ પોરબંદર ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ભર્યું નામાંકન ફોર્મ

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આજે નામાંકન ફોર્મ ભર્યું. મનસુખ માંડવીયા પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવાર છે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 04 15T133453.150 પોરબંદર ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ભર્યું નામાંકન ફોર્મ

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આજે નામાંકન ફોર્મ ભર્યું. મનસુખ માંડવીયા પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવાર છે. પોરબંદરમાં આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને ભાજપમાં સામેલ થયેલ ભૂતપૂર્વ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ નામાંકન ફોર્મ ભર્યું. મનસુખ માંડવીયા પોરબંદરમાં લોકસભા બેઠકના ઉમેદવાર છે જ્યારે અર્જુન મોઢવાડિયા વિધાનસભાના બેઠકના ઉમેદવાર છે. આજે આ બંને નેતાઓએ પોરબંદરમાં નામાંકન ફોર્મ ભરતા પહેલા પોતાના મતવિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.

Mansukh Mandaviya and Arjun Modhwadia were present in Porbadar and  addressed the gathering; A grand road show was held | ભાજપનું વિજય વિશ્વાસ  સંમેલન: પોરબદરમાં મનસુખ માંડવિયા અને અર્જુન ...

મનસુખ માંડવીયા અને અર્જુન મોઢવાડિયાએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા શહેરના ગાંધીજન્મ સ્થળની મુલાકાત લીધી હતી. આ સિવાય બંને નેતાઓએ ભાવેશ્વર મંદિર, કીર્તિ મંદિર અને સુદામા મંદિર ખાતે ભગવાનના દર્શન કરી આર્શીવાદ લીધા હતા. ચૂંટણીના પ્રચાર માટે સુદામા ચોકમાં વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું હતું. જ્યાં બંને નેતાઓએ સભાને સંબોધન કર્યું હતું. ભૂતપૂર્વ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ જનતાને સંબોધતા કહ્યું કે આજે વડાપ્રધાન નરેન્દ્રમોદીના નેતૃત્વમાં દેશ ઘણો વિકાસ કરી રહ્યો છે અને આ વખતની ચૂંટણીમાં ભાજપ 400 બેઠકો મેળવશે તો ભારતની અર્થવ્યવસ્થા વૈશ્વિક સ્તરે નોંધપાત્ર સ્થાન પ્રાપ્ત કરી શકે છે.

અગાઉની ચૂંટણીમાં પોરબંદર બેઠક પરથી મનસુખ માંડવીયાના નેતૃત્વમાં ભાજપને પાંચ લાખથી વધુની લીડ મળવાની સંભાવના વ્યક્ત કરી હતી. પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવીયાએ સભાને સંબોધતા કહ્યું કે હું ચૂંટણી લડવા નહી લોકોના દિલ જીતવા આવ્યો છું. આ સાથે એમણે મોદી સરકારની ઉપલબ્ધિઓ પણ ગણાવી હતી. સાથે એમ પણ કહ્યું કે કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ NDAનું ગઠબંધન વધુ મજબૂત બન્યો છે. પીએમ મોદીએ દેશના નાગરિકોના વિકાસ હેતુ વિવિધ યોજનાઓ પણ બનાવી છે. મહત્વનું છે કે મનસુખ માંડવીયા અને અર્જુન મોઢવાડિયા ચૂંટણી નજીક હોવાથી જોરદાર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દિલ્હી-સુરતની ફ્લાઈટમાં એક યાત્રીએ કર્યું એવું કે, ત્યારબાદ તેની કરવી પડી ધરપકડ

આ પણ વાંચો:જૂનાગઢમાં મંગેતરે આપઘાત કરતાં યુવતીની પણ આત્મહત્યા

આ પણ વાંચો:CM ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે, ઉમેદવારના સમર્થનમાં કરશે પ્રચાર

આ પણ વાંચો:ભાવનગરમાં દારૂના રૂપિયાના બદલે ઠપકો આપતા પુત્રએ પિતાની હત્યા કરી