ગુજરાત/ SPG ગ્રુપની આશીર્વાદ યાત્રા, પૂર્વ અધ્યક્ષ લાલજી પટેલ ગેરહાજર

પૂર્વ અધ્યક્ષ લાલજી પટેલની ગેરહાજરી વિશે પુછવામાં આવતા SPG અધ્યક્ષ અશ્વિન પટેલે કહ્યું, અમારા પ્રવકતા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ….

Top Stories Gujarat
સરદાર પટેલ ગ્રુપ SPG ગ્રુપની આશીર્વાદ યાત્રા, પૂર્વ અધ્યક્ષ લાલજી પટેલ ગેરહાજર

સરદાર પટેલ ગ્રુપ દ્વારા આજરોજ કલોલથી ઊંઝા સુધી આશીર્વાદ યાત્રા યોજવામાં આવી હતી. ગાડીઓ અને બાઈકોના કાફલા સાથે DJના તાલે યાત્રા યોજવામાં આવી. યાત્રા ઊંઝા ઉમિયા ધામ ખાતે પહોંચતા SPGનાં હોદેદારો અને કાર્યકર્તાઓ ગરબે ઝૂમ્યા હતા. જ્યારે પૂર્વ અધ્યક્ષ લાલજી પટેલની ગેરહાજરી વિશે પુછવામાં આવતા SPG અધ્યક્ષ અશ્વિન પટેલે કહ્યું, અમારા પ્રવકતા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ લાલજી પટેલ શા કારણે ગેર હાજર રહ્યા તે અમારા પ્રવક્તા અને લાલજી પટેલ જાણે.

યાત્રા પહોંચી ઉમિયા ધામ
નવા હોદ્દેદારો સાથે નવી યાત્રા
પૂર્વ અધ્યક્ષ લાલજી પટેલ ગેરહાજર

SPG ગ્રુપ દ્વારા આજરોજ કલોલથી ઊંઝા સુધી આશીર્વાદ યાત્રા યોજવામાં આવી હતી જે ગાડીઓ અને બાઈકો નાં કાફલા સાથે DJ નાં તાલે આ યાત્રા યોજવામાં આવી હતી જે યાત્રા ઊંઝા ઉમિયા ધામ ખાતે પહોંચતા SPG નાં હોદેદારો અને કાર્યકર્તાઓ ગરબે ઝૂમ્યા હતા અને માં ઉમિયાના જયકાર કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ SPG ગ્રુપનાં જૂના હોદ્દેદારો દ્વારા કરવામાં આવલી નિમણૂકનાં નવા સંગઠન દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં SPG નાં હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. નવીન SPG ગ્રુપના અધ્યક્ષ અશ્વિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી એક મહિનામાં અમારો લક્ષ્યાંક 21 હજાર સભ્યોને SPG માં જોડવાનો છે.

અત્રે નોધનીય છે કે, ગુજરાત રાજ્યમાં આગામી ડિસેમ્બર માહિનામાં આવતી વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય અને સામાજિક સંગઠનોની ગતિવિધિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

National / ભાઈ રાહુલ ગાંધી માટે મારો જીવ પણ આપીશ : પ્રિયંકા વાડ્રા

Hijab Controversy / હિજાબ શું છે, ક્યારે અને શા માટે તેનું ચલણ શરૂ થયું, તે સૌથી પહેલા ક્યાં પહેરવામાં આવ્યું હતું

દેવી હરસિદ્ધિ / રાત્રે ઉજ્જૈનમાં અને દિવસે ગુજરાતના આ મંદિરમાં રહે છે આ દેવી, જાણો શું છે માન્યતા?

કચ્છ /નેશનલ હાઇવેનું નિર્માણ થતા ધોળાવીરાથી સફેદ રણ વચ્ચે નું અંતર ૮૦ કિ.મી જેટલું ઘટી જશે : CM ભુપેન્દ્ર પટેલ…