Not Set/ ગુજરાતમાં ઠંડીનો ચમકારો, લોકો તાપણા કરતા જોવા મળ્યા, અહી નોંંધાયુ લઘુત્તમ તાપમાન

રાજ્યમાં કડકડતી ઠંડીથી લોકો ઠુંઠવાઈ રહ્યા છે, ત્યારે રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં સવારે નિકળતા લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાત્રીનાં સમયે લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો ઉપયોગ કરી રહ્યા છે. તેટલુ જ નહી આ નજારો તમને દિવસની શરૂઆતમાં એટલે કે વહેલી સવારે પણ ઘણી જગ્યાએ જોવા મળી જશે. રાજ્યમાં સૌથી વધુ ઠંડીની વાત કરીએ […]

Top Stories Gujarat Others
Cool Season 1 ગુજરાતમાં ઠંડીનો ચમકારો, લોકો તાપણા કરતા જોવા મળ્યા, અહી નોંંધાયુ લઘુત્તમ તાપમાન

રાજ્યમાં કડકડતી ઠંડીથી લોકો ઠુંઠવાઈ રહ્યા છે, ત્યારે રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં સવારે નિકળતા લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાત્રીનાં સમયે લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો ઉપયોગ કરી રહ્યા છે. તેટલુ જ નહી આ નજારો તમને દિવસની શરૂઆતમાં એટલે કે વહેલી સવારે પણ ઘણી જગ્યાએ જોવા મળી જશે. રાજ્યમાં સૌથી વધુ ઠંડીની વાત કરીએ તો તે ડીસામાં પડી છે. જ્યા લઘુત્તમ તાપમાન 7.5 ડિગ્રી નોંધાયુ.

winter 3533180 835x547 m ગુજરાતમાં ઠંડીનો ચમકારો, લોકો તાપણા કરતા જોવા મળ્યા, અહી નોંંધાયુ લઘુત્તમ તાપમાન

રાજ્યમાં હાડ થીજવતી ઠંડીએ માજા મુકી છે. ત્યારે રાજ્યનાં ઘણા શહેરોમાં ઠંડીનો પ્રકોપ લઘુત્તમ તાપમાનનાં આંકડા મારફતે સમજી શકાય છે. રાજ્યમાં જ્યા સૌથી ઠંડી ડીસામાં 7.5 ડિગ્રી નોંધાઇ. તો અન્ય શહેરોમાં અમદાવાદની વાત કરીએ તો અહી લગુત્તમ તાપમાન 12.3 ડિગ્રીએ પહોચતા લોકો ઠુઠવાયા હતા. વડોદરામાં 11.4, સુરતમાં 16.5, રાજકોટમાં 10.3 ડિગ્રી તાપમાન નોંધાયું. છેલ્લા બે દિવસથી રાજ્યનાં વિવિધ શહેરોમાં ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થયા છે. તો આગામી દિવસમાં ઠંડીનું જોર વધે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે. લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડા અને તાપણાંનો સહારો લઈ રહ્યા છે. સાથે જ તંદુરસ્તીની કાળજી લેવા માટે ગાર્ડનમાં વોકિંગ અને જોગિંગ પણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.