પ્રવાસ/ ઓમિક્રોનનાં ખતરા વચ્ચે ટીમ ઈન્ડિયા કરશે દ.આફ્રિકાનો પ્રવાસ, BCCI એ કરી જાહેરાત

ભારતીય ક્રિકેટ ટીમ આ મહિનાનાં અંતમાં કોરોના વાયરસનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો ખતરો હોવા છતાં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે.

Top Stories Sports
ઓમિક્રોન વચ્ચે ભારત કરશે દ.આફ્રિકાનો પ્રવાસ

દક્ષિણ આફ્રિકામાંથી સામે આવેલા ઓમિક્રોન વેરિઅન્ટ બાદ દુનિયાભરનાં દેશોએ આ દેશમાં જતી તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે, ત્યારે હવે BCCI એ એક એવો નિર્ણય લીધો છે જે તમને ચોંકાવી શકે છે.

આ પણ વાંચો – IND Vs NZ / કોહલીને આઉટ આપવા પર વિવાદ, પરેશ રાવલે કહ્યુ- આ થર્ડ એમ્પાયર છે કે થર્ડ ક્લાસ એમ્પાયરિંગ?

આપને જણાવી દઇએ કે, કોરોનાનો ખૌફ ફરી એક વાર દુનિયામાં જોવા મળી રહ્યો છે. એક વાર ફરી અનેક દેશોમાં પ્રતિબંધો લાગી ચૂકયા છે. આ બધુ થઇ રહ્યુ છે, પ્રતિબંધો લાગી રહ્યા છે, જેનુ કારણ માત્ર એક જ છે અને તે છે કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન. હાલનાં સમયમાં આફ્રિકી દેશોમાં કોરોનાનો આ નવો અવતાર સૌથી વધારે તાકાત સાથે કોપાયમાન થયેલો છે. ત્યારે આ ખરાબ સ્થિતિમાં હવે BCCI દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, ભારતીય ક્રિકેટ ટીમ આ મહિનાનાં અંતમાં કોરોના વાયરસનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો ખતરો હોવા છતાં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે.

દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસ પર, ભારતે 17 ડિસેમ્બરથી ત્રણ ટેસ્ટ, ત્રણ વનડે અને ચાર T20 આંતરરાષ્ટ્રીય મેચોની સીરીઝ રમવાની છે. ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી બે મેચની ટેસ્ટ સીરીઝ પૂરી થયા બાદ ટીમ ઈન્ડિયા 9 ડિસેમ્બરે જોહાનિસબર્ગ જવા રવાના થવાની છે. ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ ઝડપથી સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યું છે અને આ વેરિઅન્ટ દક્ષિણ આફ્રિકાથી ઉદ્દભવ્યું છે. આવી સ્થિતિમાં ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ ખતરામાં હોય તેમ લાગી રહ્યું હતું. પરંતુ હવે BCCI નું કહેવું છે કે ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) દ્વારા બનાવવામાં આવેલ બાયો બબલ ખેલાડીઓ માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે.

આ પણ વાંચો – SL vs WI / શ્રીલંકાએ વેસ્ટ ઈન્ડિઝનાં સૂપડા સાફ કર્યા, WTC પોઈન્ટ ટેબલમાં ટોપ પર યથાવત, ભારત ત્રીજા નંબરે પહોંચ્યુ

આ મામલાની જાણકારી ધરાવતા BCCI નાં સચિવ જય શાહે આપી હતી. એવું માનવામાં આવે છે કે, દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસ પરની તમામ મેચ દર્શકો વિના રમાશે. દરમિયાન, BCCI સેક્રેટરી જય શાહે પણ ANI સાથે વાત કરતા પુષ્ટિ કરી છે કે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસ પર જશે. તેમણે કહ્યું કે BCCI એ CSA ને પુષ્ટિ કરી છે કે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે.