પાટણ/ લીંબુ માટે લડાઈ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

એક લીંબુ ને કારણે બે પરિવાર સામસામે આવી ગયા હતા. અને મામલો બીચક્તા પોલીસ બોલાવવાનો વારો આવી હતો. 

Top Stories Gujarat
Untitled 4 15 લીંબુ માટે લડાઈ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

સતત વધતાં લીંબુના ભાવે સંબધોમાં પણ હવે ખટાશ ઉમેરવાનું કામ કર્યું છે. દેશમાં આકરી ગરમી શરૂ થતાની સાથે જ લીંબુની અછત પણ ઉભી થઈ છે. લીંબુએ સામાન્ય માણસના રસોડાના સ્વાદને વધુ ખાટો બનાવી દીધો છે. લોકો લીંબુ ખરીદી શકતા નથી. આડોશપાડોશમાં થતો લીંબુ મરચાંનો વહેવાર હવે ખાટો બની ચૂક્યો છે. પાટણ જીલ્લામાં પણ આવું જ બન્યું છે. એક લીંબુ ને કારણે બે પરિવાર સામસામે આવી ગયા હતા. અને મામલો બીચક્તા પોલીસ બોલાવવાનો વારો આવી હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર પાટણમાં પણ એક લીંબુએ બે પરિવારો વચ્ચે ખટાશનું કામ કર્યું છે. જિલ્લાના હારીજ તાલુકાના કડી ગામમાં લીંબુને લઈને બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. પાટણમાં પણ એક લીંબુએ બે પરિવારો વચ્ચે ખટાશનું કામ કર્યું છે. જિલ્લાના હારીજ તાલુકાના કડી ગામમાં લીંબુને લઈને બે પક્ષો વચ્ચે ઝઘડો થયો અને પછી વિવાદ એટલો વધી ગયો કે મારામારી પણ થઈ ગઈ. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

પાટણ જિલ્લાના હારીજના કાઠી ગામમાં લીંબુને લઇને ફરિયાદ થઇ છે. હંસાબેન ઠાકોર નામની મહિલાનો આરોપ છે કે, તેમના પાડોશીએ ચાર પાંચ લીંબુ માટે તેમને ઢોર માર માર્યો હતો. તેમના પાડોશીએ પહેલા આરોપ લગાવ્યો કે તમારી છોકરી મારા ઘરેથી લીંબુ લઇ ગઇ હતી. તે પાછા આપો. જો કે મહિલાએ જણાવ્યું કે, મારી દિકરી ક્યારે પણ તમારી પાસેથી લીંબુ લઇ નથી ગઇ તે પાછા કેમ આપીએ.

આ મુદ્દે બંન્ને પાડોશીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેથી ઉશ્કેરાયેલી પાડોશી મહિલાએ પોતાના પતિને બોલાવ્યો હતો અને ત્યાર બાદ પતિ અને પત્નીએ મળીને હંસાબેન ઠાકોરને માર માર્યો હતો. આ પ્રકારે ચાર પાંચ લીંબુનો મુદ્દો લોહીયાળ બન્યો હતો. હાલ તો હારીજ પોલીસ સ્ટેશનમાં અનિતા ઠાકોર તેમજ શૈલેષ ઠાકોર (રહે. કાઠી ગામ) વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. હાલ તો આ લીંબુનો મુદ્દો હવે લોહીયાળ બન્યો છે. 200 થી 300 રૂપિયે કિલો મોંઘા લીંબુ હવે પરિવારો અને પાડોશીઓ વચ્ચે ઝગડાનું કારણ બની રહ્યા છે.

ઇઝરાયેલ/ સ્વતંત્રતા દિવસની ઉજવણી વચ્ચે આતંકવાદી હુમલો, શહેર હચમચી ઉઠ્યું