India vs England Test Series/ ટીમ ઈન્ડિયાને રાજકોટમાં આ વાનગીઓ પીરસવામાં આવશે…

બીસીસીઆઈએ આ હોટલ 10 દિવસ માટે બૂક કરાવી છે. ભારતીય ખેલાડીઓ 11 થી 19 ફેબ્રુઆરી સુધી સયાજી હોટલમાં રોકાશે. ખેલાડીઓ માટે ખાણીપીણીની ખાસ…..

Top Stories Sports
Beginners guide to 38 1 ટીમ ઈન્ડિયાને રાજકોટમાં આ વાનગીઓ પીરસવામાં આવશે...

Cricket News: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 15 ફેબ્રુઆરી થી 5 ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટ ખાતે રમાવાની છે. રાજકોટમાં સયાજી હોટેલમાં ટીમ ઈન્ડિયા માટે ખાવા-પીવાથી લઈ તેમના રોકાણ સુધીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ટીમના કેપ્ટન રોહિત શર્મા અને કે એલ રાહુલ માટે સૌરાષ્ટ્ર હેરિટેજની થીમ સાથેનો રૂમ તૈયાર કરવામાં આવ્યો છે.

Dayro Kathiyawadi Rasthal, Gotri order online - Zomato

સયાજી હોટલના ડાયરેક્ટરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે બીસીસીઆઈએ આ હોટલ 10 દિવસ માટે બૂક કરાવી છે. ભારતીય ખેલાડીઓ 11 થી 19 ફેબ્રુઆરી સુધી સયાજી હોટલમાં રોકાશે. ખેલાડીઓ માટે ખાણીપીણીની ખાસ સુવિધા પૂરી પાડવામાં આવશે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને વિકેટકિપર કે એલ રાહુલ માટે સૌરાષ્ટ્ર હેરિટેજની થીમ સાથેનો રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. હોટલમં ગરબાથી ખેલૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતું.

ફૂડ મેનુ

ભારતીય ખેલાડીઓને માટે ખાસ કાઠિયાવાડી જમવાનું તૈયાર કરવામાં આવશે. તેમને નાસ્તામાં કાઠિયાવાડી જલેબી અને ફાફડા આપવામાં આવશે. બપોરે ભોજનમાં સયાજી હોટેલની સ્પેશિયલ થાળી હશે. જેમાં ગાંઠીયા, થેપલા, વઘારેલો રોટલો, દહીં વગેરે કાઠિયાવાડી વાનગીઓ પીરસવામાં આવશે. ઉપરાંત રાત્રિ ભોજનમાં ખીચડી, કઢી અને રોટલો પીરસવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જાણો શા માટે ઈંગ્લેન્ડના ક્રિકેટર રેહાન અહેમદને રાજકોટ એરપોર્ટ ખાતે અટકાવાયો

આ પણ વાંચો:અમદાવાદની એક એવી મહિલા જેને પીડોના દુ:ખને હળવું કરવા અનોખી રીતે કરી જન્મદિવસની ઉજવણી

આ પણ વાંચો:કતારની જેલમાંથી 8 ભારતીયોને મુક્ત કરાયાં, નૌ સેનાનાં પૂર્વ કર્મીઓએ જાણો શું કહ્યું…