Not Set/ અમારી સરકાર આવશે તો ગરીબોને 72,000 રૂપિયા દર વર્ષે આપીશું,હવે રાહુલ ગાંધીની મોટી જાહેરાત

દિલ્હી, ચૂંટણીઓ આવે એટલે નેતાઓનું વાયદા બજાર પુરજોશમાં ચાલુ થાય.લોકસભાની ચૂંટણીઓ સામે છે ત્યારે સોમવારે રાહુલ ગાંધીએ મોટી જાહેરાત કરતાં કહ્યું કે કોંગ્રેસની સરકાર બની તો દેશના 20 ટકા જેટલા સૌથી ગરીબ પરિવારોને દર વર્ષે 72,000 રૂપિયા આપવામાં આવશે. Rahul Gandhi: Congress party promises that India's 20%,most poor families will get yearly 72,000 rupees in […]

Top Stories Trending Politics
rahulgandhi અમારી સરકાર આવશે તો ગરીબોને 72,000 રૂપિયા દર વર્ષે આપીશું,હવે રાહુલ ગાંધીની મોટી જાહેરાત

દિલ્હી,

ચૂંટણીઓ આવે એટલે નેતાઓનું વાયદા બજાર પુરજોશમાં ચાલુ થાય.લોકસભાની ચૂંટણીઓ સામે છે ત્યારે સોમવારે રાહુલ ગાંધીએ મોટી જાહેરાત કરતાં કહ્યું કે કોંગ્રેસની સરકાર બની તો દેશના 20 ટકા જેટલા સૌથી ગરીબ પરિવારોને દર વર્ષે 72,000 રૂપિયા આપવામાં આવશે.

પોતાની દાદી ઇન્દિરા ગાંધીની ગરીબી હટાવોની તર્જ પર રાહુલ ગાંધીએ પણ દાવો કર્યો કે તેઓ દેશમાંથી ગરીબી હટાવી દેશે.રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની સરકાર લઘુત્તમ આવકની યોજનાને તબક્કાવાર લાગુ કરશે અને ગરીબોના ખાતામાં સીધા  પૈસા નાંખવામાં આવશે.લઘુત્તમ આવકની સીમા 12,000ની હશે.

યોજના વિશે સમજાવતા રાહુલે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ગેરંટી આપે છે કે દેશના 20 ટકા જેટલા સૌથી વધુ ગરીબ પરિવારોને દર વર્ષે 72,000 આપવામાં આવશે.આમાં કોઇ જાતિ,ધર્મ કે વર્ગ નહીં જોવાય.આ સ્કીમ હેઠળ ગરીબોને ઓછામાં ઓછા 12,000 રૂપિયા તો ચોક્કસ મળશે. સ્કીમની અંતર્ગત જો કોઇની આવક 12000થી ઓછી છે તો એટલા પૈસા સરકાર તેમને આપશે. જો કોઇની આવક 6000 રૂપિયા છે તો સરકાર તેમને બીજા 6000 રૂપિયા આપશે. જ્યારે તે વ્યક્તિ 12000ની આવકથી ઉપર આવી જશે તો આ સ્કીમમાંથી તે બહાર આવી જશે.

કોંગ્રેસની આ યોજનાને મનરેગા પાર્ટ-2 માનવામાં આવે છે.

ભાજપ અને પીએમ મોદી પર સીધુ નિશાન તાકતા રાહુલે કહ્યું કે છેલ્લાં 5 વર્ષોમાં જનતાએ ઘણી મુશ્કેલીઓ સહન કરી છે એવામાં કોંગ્રેસે નિર્ણય કર્યો છે કે તેઓ ગરીબો સાથે ન્યાય કરશે.

રાહુલ ગાંધીએ દાવો કર્યો કે લઘુત્તમ આવકની યોજના દુનિયામાં ક્યાંય નથી