Not Set/ કૃષ્ણનગરમાં આવેલી અંકુર સ્કૂલમાં લાગી ભીષણ આગ, બાળકો ફસાયા

અમદાવાદમાં એક તરફ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તો બીજી બાજુ આગ લાગવાનો સિલસિલો પણ યથવાત જોવા મળી રહ્યો છે.

Top Stories
a 110 કૃષ્ણનગરમાં આવેલી અંકુર સ્કૂલમાં લાગી ભીષણ આગ, બાળકો ફસાયા

અમદાવાદમાં એક તરફ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તો બીજી બાજુ આગ લાગવાનો સિલસિલો પણ યથવાત જોવા મળી રહ્યો છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગવાની જાણ કરી ફાયર વિભાગને થતાં 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. ત્યારે 108 એમ્બ્યુલન્સને પણ રવાના કરવામાં આવી છે. 6થી 7 લોકો સ્કૂલની આગમાં ફસાયા હોવાની જાણકારી હાલમાં આપવામાં આવી રહી છે. આગને પગલે પાંચ માળની સ્કૂલના તમામ માળ પરથી ધૂમાડાના ગોટે ગોટા બહાર નીકળતા દેખાઈ રહ્યા છે. હજુ સુધી આગ લાગવા પાછળનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.

મળતી મહિરિ અનુસાર, પૂર્વ કોર્પોરેટર દેવચંદ પટેલની સ્કૂલમાં આગ લાગી છે. હાલ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ સ્કૂલના ધાબા પર ફસાયેલા બાળકોનું પણ રેસ્કૂ કરવામાં આવી રહ્યું છે.

આપને જણાવી દઈએ કે, કોરોના મહામારીને કારણે હાલ સ્કૂલોમાં રજા આપવામાં આવી છે. જેના કારણે મોરી જાનહાનિ ટળી છે.ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળા બંધ છે. પરંતુ 10 થી 12ના વિદ્યાર્થીઓ જ શાળામાં હાજર હતા. જેમાંથી ત્રણ વિદ્યાર્થીઓ આગમાં ફસાયા હતા. આગને પગલે રસ્તો બંધ કરાવી દેવાયો હતો, અને આસપાસના મકાનોને એલર્ટ કરી દેવાયા હતા.