અવસાન/ કાલે રાજકોટમાં પરિજનો કરી શકશે અભય ભાઈના અંતિમ દર્શન, 1:00 વાગ્યે તેમનો પાર્થિવ દેહ રાજકોટ આવી પહોંચશે

રાજકોટના પનોતા પુત્ર અને ધારાસભ્ય અભય ભાઈનો પાર્થિવ દેહ આવતીકાલે બુધવારે બપોરે એક વાગ્યા આસપાસ રાજકોટ આવી પહોંચશે.

Top Stories Rajkot
abhay bhardvaj 6 કાલે રાજકોટમાં પરિજનો કરી શકશે અભય ભાઈના અંતિમ દર્શન, 1:00 વાગ્યે તેમનો પાર્થિવ દેહ રાજકોટ આવી પહોંચશે

રાજકોટના પનોતા પુત્ર અને ધારાસભ્ય અભય ભાઈનો પાર્થિવ દેહ આવતીકાલે બુધવારે બપોરે એક વાગ્યા આસપાસ રાજકોટ આવી પહોંચશે. ત્યારબાદ બે કલાકે તેમના નિવાસ સ્થાને દર્શનાર્થે રાખવામાં આવશે. કોરોનાના કારણે અંતિમયાત્રામાં તેમના કુટુંબના અને નજીકના 50 જેટલા સ્નેહીજનો જ નિયમ મુજબ જોડાઈ શકશે. આ અંગે ભારદ્વાજ પરિવારના અંતરંગ સ્નેહીજનો પાસેથી જાણવા મળ્યું છે. ચેન્નાઈથી વિમાન માર્ગે સવારે તેમના પાર્થિવ દેહને અમદાવાદ લાવવામાં આવશે અને ત્યાંથી મોટર માર્ગે રાજકોટ લાવવામાં આવશે.

નોધનીય છે કે, ઓગસ્ટમાં અભય ભારદ્વાજને કોરોના પોઝિટિવ આવ્યો હતો. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સ્થિતિ ગંભીર બની હતી. તેમની નાજુક તબિયતને જોતા અમદાવાદની ટીમને રાજકોટ સિવિલ મોકલાઈ હતી. ત્યારબાદ તેમને ચેન્નાઇની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 2 મહિના કોરોના સામે લડ્યા પછી ચેન્નાઈની હોસ્પિટલમાં નિધન થયું છે.