@કૌશિક છાયા, કચ્છ
- 2010માં ઘૂસણખોરી સબબ નરા પોલીસે કરી હતી ધરપકડ
- ચાલુ મહિનામાં 3 કેદીઓએ તોડ્યો દમ
જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટરમાં રખાયેલા વધુ એક પાકિસ્તાની શખ્સનું બીમારીના કારણે મોત નીપજતા ચાલુ મહિનામાં 3 પાકિસ્તાની કેદીના મોત થયા છે.
ભારતમાં ગેરકાયદસર રીતે ઘૂસણખોરી કરતા પકડાયેલા વિદેશી નાગરિકોને ભુજના જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટરમાં રાખવામાં આવે છે. જેમા મૂળ પાકિસ્તાનના સૈયદ અબ્દુલ રહીમ નામના 32 વર્ષના યુવાનનું શારીરિક બીમારીને કારણે મોત નીપજ્યું હતું.
મૃતક સૈયદ અબ્દુલ રહીમ પાકિસ્તાનના બગ્ગાનો વતની હતો. અને છેલ્લાં દસ વર્ષથી જેઆઈસીમાં કેદ હતો. 2010માં ભારતની સરહદમાં ઘૂસણખોરી બદલ નરા પોલીસે તેની સામે ગુનો નોંધી વિધિવત ધરપકડ કરી જેઆઈસી ધકેલ્યો હતો.
મૃતક ઝડપાયો ત્યારથી જ માનસિક અસ્વસ્થ હતો. ભુજ બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી ને હતભાગીના મૃતદેહને પાકિસ્તાન પહોચાડવા માટેની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે. આ સાથે ભુજ જેઆઈસીમાં છેલ્લા એક મહિનામાં જ આ ત્રીજા પાકિસ્તાની કેદીનું મોત થયુ છે. અગાઉ 60 વર્ષના રીયાઝ ફૈઝબક્ષનું છાતીમાં કફ ભરાઈ જવાથી મોત નીપજ્યું હતું. તો આશિક અલી સાદિક અલીએ કોરોનાને કારણે દમ તોડ્યો હતો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…