Jammu Kashmir/ ઓમર અબ્દુલ્લાએ કર્યો રાહુલ ગાંધીનો બચાવ, જાણો શું કહ્યું

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીનો બચાવ કર્યો છે.

Top Stories India
ઓમર અબ્દુલ્લાએ

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે રાહુલે તેમને પોતે કહ્યું કે પદયાત્રા દરમિયાન ઘણી જગ્યાએ મહિલાઓ તેમની સામે આવી અને કહ્યું કે તેનું શોષણ થયું છે. શું એ હકીકત નથી કે દેશમાં જાતીય હિંસા છે. શું આપણે રાહુલ ગાંધીને આ કહેવાની જરૂર છે? શું તમને દરરોજ અખબારોમાં આ વાંચવા મળતું નથી? રાહુલ ગાંધીએ એવું શું કહ્યું જે પહેલા ક્યારેય નહોતું કહ્યું? શું ભારત બળાત્કાર મુક્ત દેશ છે? શું ભારત શારીરિક શોષણથી મુક્ત છે? આ અંગે સરકાર શા માટે માફી માંગે છે? તેઓએ આ લોકોને શોધીને સજા કરવી જોઈએ. રાહુલે કંઈ ખોટું નથી કહ્યું.

આતંકવાદીઓના સગાઓ પર ગોળીબાર થયા બાદ ઓમર અબ્દુલ્લાએ સરકાર પર મોટો પ્રહાર કર્યો છે. ઓમરે તાજેતરમાં જમ્મુ- કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હા દ્વારા નોકરીઓ અંગે કરેલી ટિપ્પણી પર વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે તેમણે કોઈપણ આતંકવાદીઓને નોકરી આપી નથી, પરંતુ અમે કોઈપણ કારણસર આતંકવાદીઓ સાથે સંકળાયેલા લોકોને સજા આપતા નથી. તમને તમારા પિતાના કર્યાની સજા આપું તે યોગ્ય નથી.

તેમણે વધુમાં કહ્યું કે ધારો કે આવું ન થાય, પરંતુ જો કાલે એવું બને કે મનોજ સિન્હાનો કોઈ નજીકનો સંબંધી ગુનો કરે તો શું તેમની જગ્યાએ મનોજ સિન્હા જેલમાં જશે? કાયદો એવું નથી કહેતો કે કોઈએ કરેલા કોઈપણ ગુના માટે તેના સંબંધીઓને સજા થવી જોઈએ. ઘણા લોકો એવું નહિ કહેશે કે હાર્ડકોર આતંકવાદીઓને નોકરી આપવી જોઈએ, પરંતુ બિનજરૂરી રીતે તેમાં ફસાઈ જાય તેવા અન્ય કોઈને સજા કરવી તે ખોટું છે. આનાથી લોકોનું દિલ જીતી શકાતું નથી અને અમે ક્યારેય તેનું સમર્થન કર્યું નથી.

આ પણ વાંચો:કોંગ્રેસનું ટ્વિટ,’સાવરકર સમજે કયા,રાહુલ ગાંધી નામ હૈ,કેન્દ્રિયમંત્રી કિરણ રિજ્જુએ કર્યો પલટવાર

આ પણ વાંચો:મમતા બેનર્જીએ આપ્યું મોટું નિવેદન, ‘વિપક્ષનો ચહેરો રાહુલ ગાંધી બનશે તો PM મોદી માટે TRP જેવા’

આ પણ વાંચો:યૌન ઉત્પીડન કેસ: રાહુલ ગાંધીએ દિલ્હી પોલીસને આપ્યો જવાબ, કહ્યું- 8-10 દિવસમાં વિગતો આપીશ

આ પણ વાંચો:ભારતમાં 129 દિવસ પછી એક જ દિવસમાં કોરોનાના એક હજાર કેસ નોંધાયા

આ પણ વાંચો:અમૃતપાલના સહયોગીઓ પાસેથી પંજાબ પોલીસને મોટાપાયા પર દારૂગોળો મળ્યો