CORONA INDIA/ ભારતમાં 129 દિવસ પછી એક જ દિવસમાં કોરોનાના એક હજાર કેસ નોંધાયા

ભારતમાં કોવિડ-19ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે કેન્દ્રીય આરોગ્ય Corona India મંત્રાલય દ્વારા અપડેટ કરાયેલા ડેટા અનુસાર ભારતમાં 129 દિવસ પછી એક દિવસમાં 1,000 થી વધુ નવા COVID-19 કેસ નોંધાયા છે.

Top Stories India

ભારતમાં કોવિડ-19ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે કેન્દ્રીય આરોગ્ય Corona India મંત્રાલય દ્વારા અપડેટ કરાયેલા ડેટા અનુસાર ભારતમાં 129 દિવસ પછી એક દિવસમાં 1,000 થી વધુ નવા COVID-19 કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસ વધીને 5,915 થઈ ગયા છે. 24 કલાક દરમિયાન કુલ 1,071 નવા કેસ નોંધાયા છે, જ્યારે ત્રણ લોકોના મોત સાથે, કોરોનાના કારણે મૃત્યુઆંક વધીને 5,30,802 થઈ ગયો છે. Corona India મૃત્યુ પામેલા લોકોમાં એક-એક રાજસ્થાન અને મહારાષ્ટ્રનો અને એક કેસ કેરળનો છે.

સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા મંત્રાલયના ડેટા અનુસાર, Corona India દેશમાં કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં નોંધાયેલા ચેપની સંખ્યા 4.46 કરોડ (4,46,95,420) છે. કુલ કેસમાંથી, 0.01 ટકા સક્રિય છે, જ્યારે રાષ્ટ્રીય COVID-19 રિકવરી રેટ 98.8 ટકા નોંધાયો છે. અહીંયા વધારા સાથે, રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,41,58,703 થઈ ગઈ છે. તેમજ મૃત્યુ દર 1.19 ટકા નોંધાયો છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, દેશવ્યાપી કોરોના વાયરસ રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 220.65 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

વૈજ્ઞાનિકો માને છે કે કોવિડ-19 XBB વેરિઅન્ટનું સબ-વેરિઅન્ટ XBB 1.16 ભારતમાં Corona India છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાવાયરસના કેસોમાં તાજેતરના ઉછાળા પાછળ હોઈ શકે છે. વેરિયન્ટ્સ પર નજર રાખતા આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ અનુસાર, શુક્રવારના ડેટા અનુસાર, ભારતમાં કોરોનાના XBB 1.16 વેરિઅન્ટના સૌથી વધુ કેસ નોંધાયા છે. નવીનતમ અહેવાલો અનુસાર, ભારતમાં 48 કેસ, સિંગાપોર અને યુએસમાં અનુક્રમે 14 અને 15 કેસ XBB 1.16 વેરિઅન્ટના છે.

રોગપ્રતિકારક શક્તિને છીનવી શકે છે

નવી આવૃત્તિ ઝડપી ગતિએ ફેલાઈ રહી છે અને તે પહેલાથી જ ખતરા તરીકે Corona India જોવામાં આવી રહી છે. વાયરસ સાથે વ્યવહાર કરવાના ભૂતકાળના અનુભવ મુજબ, કોવિડ વાયરસના નવા પરિવર્તન રોગપ્રતિકારક શક્તિને છીનવી શકે છે. ઓમિક્રોન વેરિઅન્ટ, જેમાંથી XBB 1.16 એ સબ-વેરિઅન્ટ છે, તેની સ્પ્રેડ સંભવિતતા વધારે છે. આના પગલે કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોને કોરોના સામે તકેદારીના પગલાં લેવા સૂચના આપી છે. તેની સાથે જણાવ્યું છે કે તે કોરોના સામે લડવા માટે દવાઓનો સ્ટોક વધારે તેની સાથે ટ્રેકિંગ અને ટ્રેસિંગમાં પણ વધારો કરો. કોરોનાની ચકાસણી કરતા કેન્દ્રોમાં વધારો કરે. લોકોને માસ્ક પહેરવાની સૂચના આપી. લોકોને મોટી ભીડ ન કરવાની સૂચના આપવામાં આવે. જાહેર સ્થળોએ સ્વચ્છતા રાખવામાં આવે.

 

આ પણ વાંચોઃ SUV Killed Woman/ મુંબઈમાં જોગિંગ કરતી મહિલા સીઇઓને એસયુવીએ કચડી

આ પણ વાંચોઃ ભારત બીજી વન-ડેમાં હાર્યુ/ શરમજનકઃ ભારતને બીજી વન-ડેમાં ફક્ત 66 બોલમાં હરાવી વિજય મેળવતું ઓસ્ટ્રેલિયા

આ પણ વાંચોઃ Energy Use/ ભારતનો વીજ વપરાશ 10% વધી ગયા વર્ષના વીજ વપરાશને વટાવી ગયો