Ahmedabad News/ ગેરકાયદે પ્રવૃતિમાં સંડોવાયેલા હોવાનું તથા પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકેની આપી સોલાના રહેવાસી સાથે 15 લાખની છેતરપિંડી

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : અમદાવાદના સોલામાં રહેતી એક વ્યકિતને ગેરકાયદે પ્રવૃતિમાં સોડંવાયેલા હોવાનું તથા પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકેની આપીને 15 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.

આ બનાવની વિગત મુજબ સોલામાં રહેતા સુનિલ બી.ઉપાધ્યાય(57) ને કોઈ અજાણ્યા શખ્સે ફોન કરીને તમારા મોબાઈલ નંબરથી ચાઈન્ડ પોર્નોગ્રાફી તેમજ અન્ય ગેરકાયદે પ્રવૃતિની ફરિયાદ થઈ છે તથા તમારી સામે નાસિક પોલીસ કાર્યવાહી કરવાની છે, એમ જણાવ્યું હતું.  બાદમાં આ શખ્સે વિડીયો કોલ કરીને સુનિલભાઈને પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકેની આપી હતી. બાદમાં આ શખ્સે અન્ય ઉચ્ચ પોલીસ અધિકારી સાથે વાત કરાવતા આ શખ્સે બનાવટી એફઆઈઆર તેમજ બનાવટી સુપ્રીમ કોર્ટની નોટીસ મોકલી હતી.

બાદમાં સુનિલભાઈને ડરાવીને તેમના બેન્ક ખાતાની વિગતો મેળવી લીધી હતી. બાદમાં ઉપાધ્યાયના બેન્ક ખાતામાં રહેલી રકમ ઈન્વેસ્ટીગેશનના ભાગ રૂપે ટ્રાન્સફર કરવાનું જણાવીને તપાસ કરી ત્રણ દિવસમાં રિફન્ડ મળી જશે તેમ કહ્યું હતું. બાદમાં .ુનિલભાઈના ખાતામાંથી આરોપીઓએ તેમના ખાતામાં રૂ.15,20,253 આરટીજીએસ મારફતે ફરાવીને છેતરપિંડી કરી હતી. આ અંગે સુનિલભાઈએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પદ્મશ્રી દયાળમુનિનું 89 વર્ષે નિધન, ચારેય વેદનો ગુજરાતી ભાષામાં કર્યો હતો અનુવાદ

આ પણ વાંચો: દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ પુરસ્કારો 2025 માટે નામાંકનની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર

આ પણ વાંચો: પદ્મશ્રી હેમચંદ્રએ એવોર્ડ પરત કરવાની કરી જાહેરાત