21 મીએ યોજાનાર મ.ન.પા.ની ચૂંટણી માટે શાસકપક્ષ ભાજપે બહુમાળી ભવન ખાતે બપોરે 12 વાગ્યે વિશાળ જાહેર સભા યોજી અને ત્યાર બાદ તમામ 72 ઉમેદવારોએ પોતાના મતક્ષેત્રની ચૂંટણી કચેરીએ વિજય મુહુર્તમાં ફોર્મ ભર્યા હતા. ત્યારે ભાજપના એક પછી એક ઉમેદવાર ઢોલના તાલે સભાસ્થળ પર પહોંચ્યો હતા. આ તમામ ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં બપોરે 12.39 વાગ્યે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. કાર્યકરોએ પોલીસની હાજરીમાં રસ્તા પર માંડવા બાંધી દીધા હતા અને રસ્તો પણ વન વે કરી નાખ્યો હતો.
પોલીસની હાજરીમાં જ ભાજપના કાર્યકરો ટોળે વળ્યાં હતાં અને દો ગજ કી દૂરી ભૂલી નિયમોનો ઉલાળ્યો કર્યો હતો.

આપને જણાવી દઈએ કે, સભાસ્થળે એક પછી એક ઉમેદવાર ખુલ્લી જીપમાં આવી રહ્યાં હતા ત્યારે ઢોલના તાલે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે ભાજપના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા અને ઢોલી પર પૈસા ઉડાડી જશ્ન મનાવતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતી.

આ પ્રસંગે શહેર પ્રમુખ કમલેશ મીરાણી, ઉદય કાનગડ, ધનસુખ ભંડેરી, નિતીનભાઈ ભારદ્વાજ સહિતના નેતાઓએ શહેરના વિકાસ રથને આગળ વધારવાની નેમ દર્શાવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગત ટર્મમાં કોર્પોરેશનમાં 72 માંથી 40 બેઠકો ભાજપ પાસે હતી અને 32 કોંગ્રેસ પાસે હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
