IPL 2021/ કોહલીએ જીત્યો ટોસ, પહેલા બેટિંગનો કર્યો નિર્ણય

આઈપીએલની આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) ની ટીમનો સામનો કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) સાથે થશે. આ મેચ બપોરે 3.30 વાગ્યે ચેન્નાઇનાં ચેપોક સ્ટેડિયમ એટલે કે એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં શરૂ થશે. કેકેઆરએ ટૂર્નામેન્ટની પહેલી મેચ 10 રને જીતી હતી, પરંતુ સીઝનની તેમની બીજી મેચમાં કેકેઆરને નબળી બેટિંગનાં કારણે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીએ […]

Top Stories Sports
Untitled 31 કોહલીએ જીત્યો ટોસ, પહેલા બેટિંગનો કર્યો નિર્ણય

આઈપીએલની આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) ની ટીમનો સામનો કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) સાથે થશે. આ મેચ બપોરે 3.30 વાગ્યે ચેન્નાઇનાં ચેપોક સ્ટેડિયમ એટલે કે એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં શરૂ થશે. કેકેઆરએ ટૂર્નામેન્ટની પહેલી મેચ 10 રને જીતી હતી, પરંતુ સીઝનની તેમની બીજી મેચમાં કેકેઆરને નબળી બેટિંગનાં કારણે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે આઇપીએલ 2021 ની 10 મી મેચ આજે ચેન્નાઈનાં એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. આ સીઝનમાં આરસીબીએ તેની બંને મેચ જીતી લીધી છે. વળી કોલકાતાએ પ્રથમ મેચમાં જીત મેળવી હતી અને બીજી મેચમાં તેને હારનો સ્વાદ ચાંખવો પડ્યો હતો. એક તરફ આરસીબી તેની જીતની હેટ્રિક લગાવવા મેદાનમાં ઉતરશે, બીજી તરફ કેકેઆર વિજેતા ટ્રેક પર પાછા ફરવા પર નજર રાખશે. જ્યારે આરસીબીની ટીમ બેટિંગમાં મજબૂત છે, તો કોલકાતાની બોલિંગ મજબૂત છે. આવી સ્થિતિમાં દર્શકોને મેચમાં બોલ અને બેટ વચ્ચે જંગ થતી જોવા મળશે.

IPL 2021 / હૈદરાબાદની ટૂર્નામેન્ટમાં સતત 3 હાર, જાણો શું છે હારનું કારણ

કેકેઆરની બેટિંગને નીતીશ રાણા, શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી અને ઇઓન મોર્ગન મજબૂત બનાવે છે. પરંતુ કેકેઆરનો ઓલરાઉન્ડર શાકિબ અલ હસન હજી સુધી સારું પ્રદર્શન આપવામાં નિષ્ફળ ગયો છે. જો કે, કેકેઆર પાસે ખૂબ જ મજબૂત સ્પિન બોલિંગ લાઇન-અપ છે. વરુણ ચક્રવર્તીની બોલિંગ, પ્રસિદ્ધ કૃષ્ણા અને આન્દ્રે રસેલ બેંગ્લોર ટીમ માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. ચેન્નાઇમાં યોજાનારી આ મેચમાં બંને ટીમોનાં સ્પિનરોનું પ્રદર્શન આ મેચનું પરિણામ નક્કી કરશે.

Cricket / યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવને BCCI એ આપ્યો મોટો ઝટકો

આરસીબીએ અત્યાર સુધીમાં બે મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે, જ્યારે કેકેઆરએ એક મેચ જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. પોઇન્ટ ટેબલ વિશે વાત કરીએ તો આરસીબી બીજા સ્થાને છે, જ્યારે કેકેઆર છઠ્ઠા સ્થાને છે. જો આરસીબી આ મેચ જીતે છે, તો તે પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી જશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ