Not Set/ કેન્દ્રિય મંત્રી વી.કે.સિંહે ટ્વીટ કરી માંગી મદદ- મારા ભાઈને નથી મળી રહ્યો બેડ, Please Help Me…

કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે.સિંહે એક ટ્વીટ કરીને સૌ કોઇને ચોંકાવી દીધા છે.

Top Stories India
Untitled 30 કેન્દ્રિય મંત્રી વી.કે.સિંહે ટ્વીટ કરી માંગી મદદ- મારા ભાઈને નથી મળી રહ્યો બેડ, Please Help Me...

દેશમાં આજે કોરોના મહામારીએ નેતા-અભિનેતા દરેકનાં જીવનને પ્રભાવિત કર્યુ છે. સ્થિતિ એટલી ખરાબ છે કે, હોસ્પિટલોમાં બેડ્સ મળી રહ્યા નથી. અહી હવે અમે તમને એક જાણકારી આપવા જઇ રહ્યા છીએ કે જાણી તમે અંદાજો લગાવી શકશો કે કેટલી ખરાબ પરિસ્થિતિમાં આપણો દેશ આવી ગયો છે.

રાજકારણ / ઉતાવળથી લોકડાઉન થશે નહીં, હાલ આવી સ્થિતિ દેખાઈ રહી નથી : અમિત શાહ

આપને જણાવી દઇએ કે, કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે.સિંહે એક ટ્વીટ કરીને સૌ કોઇને ચોંકાવી દીધા છે. તેમણે પોતાના ટ્વીટમાં મદદની માંગણી કરી છે. તેમણે ટ્વીટ મારફતે તેમના કોરોના સંક્રમિત ભાઈને હોસ્પિટલમાં બેડ મળી જાય તેવી વિનંતી કરી છે. તેમણે ટ્વિટર પર ટ્વીટ કર્યું છે કે, જેમાં તેમણે સીએમ યોગીનાં માહિતી સલાહકાર શલભ મણિ ત્રિપાઠી, ગાઝિયાબાદનાં ડીએમ, નોઈડાનાં ધારાસભ્ય પંકજસિંહને ટેગ કર્યા છે.

Untitled 32 કેન્દ્રિય મંત્રી વી.કે.સિંહે ટ્વીટ કરી માંગી મદદ- મારા ભાઈને નથી મળી રહ્યો બેડ, Please Help Me...

રાજકારણ / પી.ચિદમ્બરમનો PM મોદી પર કટાક્ષ, કહ્યુ- કોરોના તરફ થોડું ધ્યાન આપવા તમારો આભાર

જો કે આ વાત પર સ્પષ્ટતા આપતાં જનરલ વી.કે.સિંહે કહ્યું હતું કે, ‘મેં આ ટ્વીટ દ્વારા આ વિનંતી એટલા માટે કરી હતી કે જેથી જિલ્લા વહીવટ પીડિત સુધી પહોંચે અને તેમના ભાઈને જોઇતી તબીબી સહાય આપી શકે. તે મારા ભાઈ નથી, અમારો લોહીનો સબંધ નથી, પરંતુ અમારો માનવતા સાથે સંબંધ છે. મને લાગે છે કે કેટલાક લોકોને તે ગમ્યું નથી.’

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાવાયરસનાં આંકડા ફરી એકવાર ભયજનક નોંધાયા છે. સતત વધી રહેલા કેસો સામે સરકાર પણ લાચાર હોય તેવું નજરે પડી રહ્યું છે. હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે દર્દીઓને નવા બેડ મેળવવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. તે જોતા દેશમાંથી કોરોના કાબુ બહાર હોય તેમ લાગી રહ્યું છે અને સ્થિતિ ભયાવહ બની છે. દેશમાં કોરોનાનાં કેસો કૂદકે ને ભૂસકે વધતા જાય છે, તેમજ દિન પ્રતિદિન નવો રેકોર્ડ સર્જતા જાય છે. તેની વચ્ચે સૌપ્રથમ વખત ઠીક થયેલા દર્દીઓનો આંકડો વધારે નોંધવામાં આવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.55 લાખ થી વધુ નવા કેસો નોંધાયા છે. જ્યારે પ્રથમ વખત સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1.30 લાખથી વધુ થવા જાય છે. જેથી કુલ કેસો હવે 1.46 કરોડને પાર થયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ