Madhya Pradesh/ મ્યુઝિક બંધ કરાવતા નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી નાંખી

પોલીસના જણાવ્યા મુજબ સતનાના કોઢી વિસ્તારના મૌહાર ગામમાં શુક્રવારે રાત્રે થયેલા હત્યાના આ બનાવમાં પોલીસે આરોપી રાજકુમાર કોલ (30)ની ધરપકડ કરી હતી. કોઠી પોલીસ………..

Top Stories India
Beginners guide to 2024 03 10T180015.438 મ્યુઝિક બંધ કરાવતા નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી નાંખી

@ નિકુંજ પટેલ

Madhya Pradesh News: મધ્યપ્રદેશના સતનામાં એક પારિવારિક સમારોહ દરમિયાન એક દિલધડક ઘટના બની હતી. કાર્યક્રમ દરમિયાન મ્યુઝિક બંધ કરાવાતા નાનો ભાઈ એ હદે ગુસ્સે ભરાયો હતો કે તેણે મોટા ભાઈને કુહાડીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. બનાવ બાદ આરોપી ભાગી ગયો હતો પરંતુ બાદમાં પોલીસે તેને ઝડપી લીધો હતો.

પોલીસના જણાવ્યા મુજબ સતનાના કોઢી વિસ્તારના મૌહાર ગામમાં શુક્રવારે રાત્રે થયેલા હત્યાના આ બનાવમાં પોલીસે આરોપી રાજકુમાર કોલ (30)ની ધરપકડ કરી હતી. કોઠી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી રૂપેન્દ્ર રાજપૂતે જણાવ્યું હતું કે રાજકુમારના ભાઈ રાકેશે પોતાના ઘરે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં સાઉન્ડ સિસ્ટમ પર મ્યુઝિક વગાડવામાં આવતું હતું. વધુમાં તેમણે કહ્યું કે રાકેશે મ્યુઝિક બંધ કરાવી દીધું હતું. જ્યારે રાજકુમાર ડાન્સ કરવા માંગતો હતો.

જેને પગલે બન્ને ભાઈઓ વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. જેમાં રાજકુમારે રાકેશ પર કુહાડીથી હુમલો કરી દીધો હતો. જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતું. હત્યા બાદ રાજકુમાર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે આરોપીની ધરપકડ કરીને કુહાડી પણ કબજે કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ President Election/ આસિફ અલી ઝરદારી પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ બન્યા

આ પણ વાંચોઃ Hit And Run/ રાજ્યમાં જુદા જુદા સ્થળે હિટ એન્ડ રનથી મોતના બનાવો