Not Set/ લ્યો બોલો!સ્મશાનમાં જગ્યા ના મળતા પરિવારજનો શબ છોડીને જતા રહ્યાં, સફાઈકર્મીઓએ કર્યું અંતિમ સંસ્કાર

લખનઉમાં ફેલાયેલા કોરોના સંક્રમણ પછી મૃતદેહનું અંતિમ સંસ્કાર કરવા માટે શ્મશાન ઘાટમાં પરિજનોને મુશ્કેલીઓના સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન લખનઉમાં એક એવી ઘટના જોવા મળી છે, જેમાં પરિજનો કોરોના સંક્રમિત બોડીને જગ્યા ના મળતા શ્મશાનની બહાર છોડીને જતાં રહ્યાં. જે પછી રાત્રે 12 વાગે સફાઈ કર્મચારીઓએ શબનું અંતિમ સંસ્કાર કર્યું. જાણકારી અનુસાર લખનઉના […]

India
Untitled 209 લ્યો બોલો!સ્મશાનમાં જગ્યા ના મળતા પરિવારજનો શબ છોડીને જતા રહ્યાં, સફાઈકર્મીઓએ કર્યું અંતિમ સંસ્કાર

લખનઉમાં ફેલાયેલા કોરોના સંક્રમણ પછી મૃતદેહનું અંતિમ સંસ્કાર કરવા માટે શ્મશાન ઘાટમાં પરિજનોને મુશ્કેલીઓના સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન લખનઉમાં એક એવી ઘટના જોવા મળી છે, જેમાં પરિજનો કોરોના સંક્રમિત બોડીને જગ્યા ના મળતા શ્મશાનની બહાર છોડીને જતાં રહ્યાં. જે પછી રાત્રે 12 વાગે સફાઈ કર્મચારીઓએ શબનું અંતિમ સંસ્કાર કર્યું.

જાણકારી અનુસાર લખનઉના આલમબાગ વિસ્તારમાં આવેલ શવદાહ ગૃહ પર કોવિડ પોઝિટીવ બોડીને સળગાવવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યાં છે, જ્યાં લગભગ 60 બોડીની આસપાસ પ્રતિદિવસ સળગાવવામાં આવી રહી છે. લોકોને શ્મશાનઘાટ પર મૃતદેહ સળગાવવા માટે રાહ જોવી પડી રહી છે.

અંતિમ સંસ્કાર કરનાર નીતિન પંડિતે જણાવ્યું કે, સાંજના સમયે ગોરખપુરથી કેટલાક લોકો કોરોના સંક્રમણ બોડીનું અંતિમ સંસ્કાર કરવા માટે આવ્યા હતા, તે સમયે અહીં જગ્યા હાજર નહતી. તેથી તેમને રાહ જોવાનું કહેવામાં આવ્યું. પરંતુ સાંજે દેખ્યું તો શ્મશાન ઘાટના દરવાજા ઉપર બોડી રાખેલી હતી અને પરિજનો નહતા. ઘણી વાર સુધી રાહ જોવામાં આવી પરંતુ કોઈ આવ્યું નહીં. તેથી મોડી રાત્રે લગભગ 12 વાગે સફાઈ કર્મચારીઓ સાથે મળીને બોડીનું અંતિમ સંસ્કાર કરાવી દીધું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ