જમ્મુ-કાશ્મીર/ બડગામમાં ભારતીય સેનાને મળી સફળતા, એક આતંકી મરાયો ઠાર

ભારતીય સેના વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં એક અજાણ્યા આતંકવાદીને પોલીસ અને સુરક્ષા દળોએ ઠાર કર્યો હતો. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે…

Top Stories India
સુરક્ષા દળોને

જમ્મુ અને કાશ્મીરના બડગામના મોચવા વિસ્તારમાં શનિવારે સવારે આતંકીઓ અને ભારતીય સેના વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં એક અજાણ્યા આતંકીને પોલીસ અને સુરક્ષા દળોએ ઠાર કર્યો હતો. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે આતંકી પાસેથી એકે 47 રાઇફલ અને એક પિસ્તોલ મળી આવી છે. હાલ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ પહેલા શુક્રવારે જમ્મુ -કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

આ પણ વાંચો :દીપક પુનિયાના કોચે હાર બાદ રેફરી પર કર્યો હુમલો, હવે ઓલમ્પિકથી થયા બહાર

શુક્રવારે જ સુરક્ષા દળોએ સાંબા જિલ્લામાં હથિયારો જપ્ત કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે પોલીસ અને સેનાએ સીમાવર્તી ગામ સર્થીયનમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, ઓપરેશન દરમિયાન તેઓએ એક બોરીમાંથી બે પિસ્તોલ, પાંચ મેગેઝિન અને ગોળીઓ મળી આવી હતી. તેમણે કહ્યું કે પૂંછ જિલ્લાના બલનોઇ વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં સુરક્ષા દળોને બે વાયરલેસ કમ્યુનિકેશન સેટ, ઘણી બેટરીઓ અને કેટલીક ટોર્ચ પણ મળી છે.

અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. રાજૌરી પોલીસ અધિક્ષક શીમા નબી કસબા અભિયાન પર નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો :UNSCમાં ભારતની અધ્યક્ષતામાં અફધાનિસ્તાન પર ચર્ચા,સંપૂર્ણ મદદની આપી ખાતરી

મંગળવારે બાંદીપોરા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં લશ્કર-એ-તૈયબાનો એક ટોચનો આતંકવાદી માર્યો ગયો હતો. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે કહ્યું હતું કે ઘર્ષણમાં માર્યો ગયેલો આતંકવાદી એ જ જૂથનો ભાગ હતો જે 24 જુલાઈએ શોખબાબા જંગલમાં માર્યો ગયો હતો.

તેમણે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ પાકિસ્તાનના પંજાબના ઉગાડા જિલ્લાના બાબર અલી તરીકે થઈ છે. આઈજીપીએ જણાવ્યું હતું કે શોખબાબા ગોળીબારમાં ભાગી ગયા બાદ સતત તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બાંદીપોરાના શોખબાબા જંગલમાં આતંકવાદીઓની હાજરીની માહિતીને પગલે સુરક્ષા દળોએ ત્યાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

આ પણ વાંચો :ટ્વિટરે રાહુલ ગાંધીનું વિવાદિત ટ્વિટ હટાવ્યું,બળાત્કારી પીડિતાના માતા-પિતાની તસવીર શેર કરી હતી