Bihar/ બિહાર : ફલોર ટેસ્ટ પહેલા તેજસ્વી યાદવના નીતિશ પર પ્રહાર ‘હુ લાલુજીનો પુત્ર છું, હું ડરતો નથી’, 17 મહિનામાં કામ કર્યું જે ઘણા વર્ષોથી થયું ન હતું

બિહારમાં આજે નીતિશકુમાર વિધાનસભામાં ફલોર ટેસ્ટ આપશે. ભૂતપૂર્વ સહયોગી રહેલ પક્ષ RJDના નેતા તેજસ્વી યાદવે ફલોર ટેસ્ટ પહેલા નીતિશકુમાર પર આકરા પ્રહાર કર્યા.

Top Stories India
YouTube Thumbnail 2024 02 12T144752.972 બિહાર : ફલોર ટેસ્ટ પહેલા તેજસ્વી યાદવના નીતિશ પર પ્રહાર 'હુ લાલુજીનો પુત્ર છું, હું ડરતો નથી', 17 મહિનામાં કામ કર્યું જે ઘણા વર્ષોથી થયું ન હતું

બિહારમાં આજે નીતિશકુમાર વિધાનસભામાં ફલોર ટેસ્ટ આપશે. ભૂતપૂર્વ સહયોગી રહેલ પક્ષ RJDના નેતા તેજસ્વીયાદવે ફલોર ટેસ્ટ પહેલા નીતિશકુમાર પર આકરા પ્રહાર કર્યા. તેજસ્વી યાદવે કહ્યું કે હું લાલુજીનો પુત્ર છું, હું ડરતો નથી. અમે 17 મહિનામાં એવા કામ કર્યા છે જે ઘણા વર્ષોથી થયા ન હતા. 17 મહિનામાં અમે બિહારમાં સારી કામગીરી કરી બતાવી છે. અમારા શાસન દરમ્યાન અમે આળસુ મુખ્યમંત્રીઓને દોડતા શીખવ્યું. વધુમાં પૂર્વ મુખ્યમંત્રી તેજસ્વીએ કહ્યું કે આજે માત્ર અમને બોલવાનો મોકો મળ્યો છે, સંભવત આજ પછી અમારો અવાજ દબાવવામાં આવે. પરંતુ અમે લોકો માટેની અમારી કામગીરી કરતા રહીશું. અમે જનતાની વચ્ચે રહીશું. અમને કોઈ ચિંતા નથી. અમે વારંવાર પક્ષની અદલા-બદલી કરતા નથી કેમકે અમે એક વિચારધારામાં માનીએ છીએ અને તે પ્રમાણે ચાલીએ છીએ.

Tejashwi yadav के बयान पर भड़के नीतीश कुमार, सदन में जमकर हंगामा

તેજસ્વી યાદવે નીતીશ કુમારને આડે હાથ લેતા એનડીએમાં સામેલ થવાને તેમની મજબૂરી ગણાવી.  પૂર્વ ડેપ્યુટી સીએમએ કહ્યું કે સંભવત કોઈ મજબૂરીના કારણે તમે સત્તાધારી પક્ષ NDAને સમર્થન આપ્યું હશે. પરંતુ તમારી શું મજબૂરી છે તે અમે જાણતા નથી. અમે એક વડીલ તરીકે તમને માન આપ્યું છે અને ભવિષ્યમાં પણ આપતા રહીશું. પરંતુ બિહારના લોકો જરૂરથી જાણવા માંગે છે કે તમે ક્યારેક અહીં રહો છો તો ક્યારેક ત્યાં, તો એવી કઈ મજબૂરી છે કે તમારે આવો નિર્ણય લેવો પડ્યો? નીતિશ કુમાર સાથે ભાજપ પર નિશાન સાધતા તેજસ્વીએ કહ્યું કે ભાજપ કોઈનું સન્માન નથી કરતી પરંતુ હંમેશા પોતાનો લાભ હોય ત્યાં જ વ્યવહાર કરે છે.

તેજસ્વી યાદવે કહ્યું કે અમે નીતિશજીને દશરથ માનીએ છીએ જે રામના પિતા હતા. મેં તમને ઘણી વખત લોકોની સામે કહ્યું હતું કે આ જ આગળ વધશે, આ જ કરશે. બસ, યુવાનો માત્ર આગળ નહીં વધે, પરંતુ આગળ પણ કામ કરશે. ઘણી વખત તેને રાજા દશરથની જેમ મજબૂરીઓ આવી હશે. રામને વનવાસમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ અમે માનીએ છીએ કે અમે વનવાસ માટે નથી આવ્યા, બલ્કે તેમણે અમને લોકોના સુખ-દુઃખમાં ભાગીદાર બનવા માટે લોકોની વચ્ચે મોકલ્યા છે.

तेजस्वी का CM नीतीश पर हमला, कहा- बिहार में सरकार नाम की चीज नहीं, सब हो  चुका है चौपट, tejashwi-yadav-attack-on-nitish-kumar-in-patna

પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે સીએમ નીતિશ કુમાર પર પ્રહાર કરતાં કહ્યું કે મહાગઠબંધન છોડીને ભાજપ સાથે જતા પહેલા એક વખત અમારી સાથે વાત તો કરવી હતી. તેજસ્વીએ કહ્યું કે દશરથ ઇચ્છતા ન હતા કે રામ વનવાસમાં જાય. પરંતુ કૈકેયી જરૂર ઇચ્છતા હતા, તેથી કૈકેયીને પણ ઓળખો. નીતીશ કુમારને કાકા કહીને સંબોધતા તેજસ્વીએ કહ્યું કે તમારો ભત્રીજો જરૂર ભાજપનો ઝંડો રોકશે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે શું મોદીજી કોઈ ગેરંટી આપશે કે નીતીશજી ક્યાં સુધી ભાજપ સાથે રહેશે?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાંધીનગરમાં માતૃત્વને લાંછન લગાડનાર કિસ્સો, અસ્થિર બાળક જન્મતાં માતાએ તરછોડ્યું…

આ પણ વાંચો: