Not Set/ તિહાર જેલમાં બંધ પી.ચિદમ્બરમની તબિયત લથડી, તપાસ માટે લઇ જવાયા AIIMS

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને અચાનક પેટમાં દુખાવો શરૂ થયો, ત્યારબાદ તેમને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) માં તપાસ માટે લાવવામાં આવ્યા હતા. જોકે, પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને હાલમાં એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા નથી. આપને જણાવી દઇએ કે પી.ચિદમ્બરમ, તિહાર જેલ હાલમાં બંધ છે. પૂર્વ નાણાં પ્રધાન પર મની લોન્ડરિંગનો […]

Top Stories India
p chidmbaram તિહાર જેલમાં બંધ પી.ચિદમ્બરમની તબિયત લથડી, તપાસ માટે લઇ જવાયા AIIMS

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને અચાનક પેટમાં દુખાવો શરૂ થયો, ત્યારબાદ તેમને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) માં તપાસ માટે લાવવામાં આવ્યા હતા. જોકે, પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને હાલમાં એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા નથી. આપને જણાવી દઇએ કે પી.ચિદમ્બરમ, તિહાર જેલ હાલમાં બંધ છે. પૂર્વ નાણાં પ્રધાન પર મની લોન્ડરિંગનો આરોપ છે.

આ પહેલા દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા તેમની ન્યાયિક કસ્ટડી 17 ઓક્ટોબર સુધી વધારવામાં આવી હતી. આ અગાઉ ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. ચિદમ્બરમની જામીન અરજી પર ચીફ જસ્ટિસ (સીજેઆઈ) એ કહ્યું હતું કે, તેઓ અન્ય કેસોની સુનાવણી કર્યા બાદ આ અંગે નિર્ણય લેશે. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પી ચિદમ્બરમની જામીન અરજીને દિલ્હી હાઈકોર્ટે નામંજૂર કરી હતી. હાઈકોર્ટે તેની પાછળનો આધાર મૂક્યો હતો કે તેઓ સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે.

ચિદમ્બરમની 21 ઓગષ્ટે સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આઈએનએક્સ મીડિયાનાં પ્રમોટર ઈન્દ્રાણી મુખર્જી અને તેના પતિ પીટર મુખર્જીનાં નિવેદનોનાં આધારે સીબીઆઈ અને ઇડી દ્વારા ચિદમ્બરમને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. એવો આરોપ છે કે, 2007 માં આઈએનએક્સ મીડિયા ગ્રુપનાં 305 કરોડ રૂપિયાનાં વિદેશી ભંડોળ હસ્તગત કરવા વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડની મંજૂરીમાં ગેરરીતિઓ આચરવામાં આવી હતી. પી ચિદમ્બરમ તે સમયે નાણાં પ્રધાન હતા.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 તિહાર જેલમાં બંધ પી.ચિદમ્બરમની તબિયત લથડી, તપાસ માટે લઇ જવાયા AIIMS