બેદરકારી/ યુપીમાં શબની અદલાબદલી કબ્રસ્તાનમાં રામપ્રતાપ સ્મશાનમાં નાસિર

શબની અદલાબદલી થઇ

India
kabarrrrrrr યુપીમાં શબની અદલાબદલી કબ્રસ્તાનમાં રામપ્રતાપ સ્મશાનમાં નાસિર

કોરોના સંક્રમણના કેસો વધતાં હોવાથી મૃત્યુદરમાં પણ વધારો નોંધાયો છે ઉત્તરપ્રદેશમાં કોરોનાની મહામારીમાં શબની અદલાબદલીની ઘટના બની છે.ખાનગી હોસ્પિટલમાં બે કોરોના દર્દીઓનાં મોત નિપજ્યાં હતાં તેમાં ભારે બેદરકારી જોવા મળી હતી. બરેલીના રામપ્રતાપને દફન કરી દેવામાં આવ્યાં.જયારે મુરાદાબાદના નાસિરનું શબ સ્માશાનનાં મોક્ષધામ પહોંચી ગયું. જયારે અતિંમ દર્શન માટે આરપાર જાેવાય એવું પેકેજિંગ ખોલતાં શબ બદલાઇ ગયાની જાણ થઇ.જેના લીધે ભારે હંગામો થયો.

ખાનગી હોસ્પિટલમાં જઇને  પરિવારજનોએ ભારે હંગામો કર્યો .શબ અદલાબદલી મામલે માથાકૂટ થઇ હતી પોલીસે બન્ને પક્ષોને સમજાવીને સમસ્યાનો નિરાકરણ કર્યું.કબ્રસ્તાનમાંથી રામપ્રતાપના શબને કાઢીને તેમના પરિવારજનોન સોપવામાં આવી અને નાસિરના શબને તેના પરિવારને સાંપવામાં આવ્યો.

કાંંઠ વિસ્તારમાં આવેલી કોસમોસ હોસ્પિટલમાં રામપ્રતાપ અને નાસિર કોરોનાના લીધે મૃત્યુ પામ્યા હતાં.હોસ્પિટલ તંત્રના લીધે શબની અદલાબદલી થઇ ગઇ હતી.

કોસમોસ હોસ્પિટલના અનુરાગ અગ્રવાલે કહ્યું હતું કે હોસ્પિટલથી કોઇ ભૂલ થઇ નથી પરતું તેમના પરિવારોથી થઇ છે તેમણે મરનાર વ્યક્તિઓને કોરોનાના ડરથી દૂરથી જોઇને ડેથબોડી લઇ જવાના ફોર્મ પર સહી કરી હતી .પરિવારજનોની ભુલના લીદે અદલાબદલી થઇ છે.