Not Set/ આ તે કેવી મજબૂરી! સરકારી હોસ્પિટલમાં સુવિધાનાં નામે મીંડુ, એક જ બેડ પર પુરષ અને મહિલાને સુવાડ્યા

સરકારી હોસ્પિટલમાં દર્દીઓને કેટલી અને કેવી સુવિધા મળે છે જેની પોલ ખોલતી એક ઘટના સામે આવી છે. ઈંદોરમાં સ્થિત મધ્ય પ્રદેશનાં સૌથી મોટા સરકારીમહારાજા યશવંતરાવ હોસ્પિટલમાં એક્સ-રે માટે બે દર્દીઓ જેમા પુરુષ અને મહિલાને એક જ સ્ટ્રેચર આપવામાં આવ્યુ છે. ચોંકાવનારી વાત તો એ પણ છે કે આ બંન્ને દર્દીઓ એખ પરિવારને કે કોઇ સંબંધી […]

Top Stories India
Strachur આ તે કેવી મજબૂરી! સરકારી હોસ્પિટલમાં સુવિધાનાં નામે મીંડુ, એક જ બેડ પર પુરષ અને મહિલાને સુવાડ્યા

સરકારી હોસ્પિટલમાં દર્દીઓને કેટલી અને કેવી સુવિધા મળે છે જેની પોલ ખોલતી એક ઘટના સામે આવી છે. ઈંદોરમાં સ્થિત મધ્ય પ્રદેશનાં સૌથી મોટા સરકારીમહારાજા યશવંતરાવ હોસ્પિટલમાં એક્સ-રે માટે બે દર્દીઓ જેમા પુરુષ અને મહિલાને એક જ સ્ટ્રેચર આપવામાં આવ્યુ છે. ચોંકાવનારી વાત તો એ પણ છે કે આ બંન્ને દર્દીઓ એખ પરિવારને કે કોઇ સંબંધી નથી, તે એખબીજાથી અજાણ છે.

ખંડવા જિલ્લાનાં પંધાનામાં રહેતી સંગીતા 12 દિવસ પહેલા એક દુર્ઘટનામાં ઘાયલ થઇ ગઇ હતી, જ પછી તેને એમવાય હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. તેને જમણા પગમાં ફ્રેક્ચર થયુ હતુ. તેને હોસ્પિટલનાં સેકન્ડ ફ્લોર પર ઓર્થોપેડિક વિભાગનાં એક વોર્ડમાં ભરતી કરવામાં આવેલ હતી. દર્દીનાં પતિ ધર્મેન્દ્રનું કહેવુ છે કે, “મારી પત્નિ સંગીતાને ઓર્થોપેડિક વોર્ડમાં ભરતી કરવામાં આવી હતી. સ્ટ્રેચરની ઘટનો ઉલ્લેખ કરતા તેને એક પુરષ રોગીની સાથે કેટલાક ક્લિનિકલ પરીક્ષણ માટે લઇ જવામાં આવી. અમે મજબૂર હતા કારણ કે અમે પોતાના દર્દીની સારવાર કરાવવા માંગતા હતા, જેના કારણે અમે તેને અને પુરુષ દર્દીને એક જ સ્ટ્રેચરની અનુમતિ આપવામાં માટે તૈયાર થઇ ગયા.”

https://twitter.com/Anurag_Dwary/status/1146637541900091392

તેમણે દાવો કર્યો કે, ડ્યૂટી પર હાજર ડૉક્ટરે તેમને આપવામાં આવેલ સમયમાં જવા માટે કહ્યુ હતુ કારણ કે તે ડ્યૂટીનાં કલાકો બાદ દર્દીની તપાસ કરવા માંગતા નહોતા. વીડિયો વાયરલ થયા બાદ, હોસ્પિટલનાં તબિબિ અધિક્ષક ડૉ.પીએસ ઠાકુરે ડૉક્ટરો, નર્સો અને વોર્ડ બોય સહિત ઓર્થોપેડિક વિભાગનાં ડ્યૂટી કર્મચારીઓને કારણ બતાઓ નોટીસ આપી છે. સાથે તેમણે કહ્યુ કે, મામલામાં જે પણ દોશી છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યુ કે, હોસ્પિટલમાં સ્ટ્રેચર કે એવી અન્ય સુવિધાઓની કોઇ ઘટ નથી અને ઘટનાની પાછળનાં કારણ ડ્યૂટી ડૉક્ટર અને કર્મચારીઓનાં જવાબ બાદ સ્પષ્ટ થઇ જશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.