Not Set/ અમરનાથ પવિત્ર ગુફાની આરતી જુઓ LIVE, 22 ઓગસ્ટ સુધી દૈનિક આરતીનું પ્રસારણ

વિધિવત પૂજા અર્ચના તો થશે જ સાથે સાથે દેશ-વિદેશમાં બેઠેલા શિવભક્તો માટે બાબા બર્ફાની પવિત્ર ગુફાથી આરતીનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે…

Top Stories India
a 298 અમરનાથ પવિત્ર ગુફાની આરતી જુઓ LIVE, 22 ઓગસ્ટ સુધી દૈનિક આરતીનું પ્રસારણ

બાબા અમરનાથની પવિત્ર ગુફાથી આરતીનું લાઈવ ટેલિકાસ્ટ 28 જૂન સોમવારથી શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાથી ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગયા વર્ષની જેમ આ વર્ષે પણ બાબા અમરનાથ યાત્રા રદ કરવામાં આવી છે, પરંતુ પ્રતીકાત્મક યાત્રા થઈ રહી છે.

28 જૂનથી 22 ઓગસ્ટ સુધી દરરોજ આરતીનું પ્રસારણ કરવામાં આવશે, સવારે 6 વાગ્યે અને સાંજે 5 કલાકે, 30-30 મિનિટનો કાર્યક્રમ હશે. તે શ્રાઇન બોર્ડની વેબસાઇટ અને ભક્તોને સમર્પિત એક એપ્લિકેશન પર લાઈવ પ્રસારિત કરવામાં આવશે. જે એમએચ 1 ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે.આરતી બોર્ડની મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ જોઈ શકાય છે, જે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

આ પણ વાંચો : બંગાળમાં એક શાળામાં દેશી બોમ્બ બનાવતા વિસ્ફોટ થતાં 3 ની હાલત ગંભીર

આ પણ વાંચો :ઉત્તર પ્રદેશમાં ઐાવસીની પાર્ટી 100 બેઠક પર ચૂંટણી લડશે,રાજકીય સમીકરણ બદલાશે

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ અધિકારીઓને નિર્દેશોને સુચના આપી હતી કે, ગુફા મંદિરમાં સવાર-સાંજ ‘આરતી’માં ભક્તો ભાગ લઈ શકે. લાઈવ પ્રસારણ દ્વારા, આ આરતી તેમને કોરોનાના ભયથી દૂર રહેવામાં મદદ કરશે. તેમણે પ્રથમ પૂજા અને સંપૂર્ણ પૂજા જેવા મહત્વપૂર્ણ અને પવિત્ર દિવસો પર COVID-19 પ્રોટોકોલને અનુસરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. તેમણે વધુમાં કહ્યું કે, આરતી કરવા પવિત્ર ગુફામાં જતા સંતોએ કોવિડ -19 નિયમોનું કડક પાલન કરવું પડશે.

ભલે આ વર્ષે યાત્રા નીકળી રહી નથી, પરંતુ બે મહિના સુધી વહીવટી અને પોલીસ અધિકારીઓ તેમજ સુરક્ષાદળો તૈનાત રહેશે. પવિત્ર ગુફામાં 56 દિવસ સુધી પૂજા-અર્ચના કરવામાં આવે છે. છડી મુબારક માટેની વ્યવસ્થા પણ બોર્ડ અને વહીવટી તંત્ર કરશે. છેલ્લું દર્શન રક્ષાબંધનના દિવસે 22 ઓગસ્ટે કરવામાં આવશે, જેની સાથે આ યાત્રા સમાપ્ત થશે.

આ પણ વાંચો :આતંકીઓએ સ્પેશલ પોલીસ અધિકારીના ઘરમાં ઘૂસીને કર્યું ફાયરિંગ, SPO અને તેમની પત્ની – પુત્રીનું મોત

કોવિડને કારણે આ વર્ષે પણ અમરનાથ યાત્રા રદ

ગયા વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક અમરનાથ યાત્રા રદ કરવામાં આવી છે. શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડે મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે યાત્રાને રદ કરવાનો નિર્ણય લીધો હતો. બોર્ડે કહ્યું હતું કે બધી પરંપરાગત ધાર્મિક વિધિઓ પહેલાની જેમ જ ચાલુ રહેશે અને ગુફા મંદિરમાંથી સવારે અને સાંજની આરતીનું લાઈવ પ્રસારણ ચાલુ રહેશે.

આ પણ વાંચો :ટ્વિટર ઈન્ડિયાના ફરિયાદ અધિકારીએ રાજીનામું આપ્યું