Surat Incidnet/ સુરત: પલસાણામાં નહેરમાં 2 યુવકો તણાયા, ભારે જહેમત બાદ 1 યુવકનો બચાવ

સુરતમાં એક યુવક નહેરમાં તણાયો હોવાની ઘટના સામે આવી છે. સુરતના પલસાણામાં એક યુવક ચલથાણાની નહેરમાં પડ્યો હતો. ચલથાણામાં ગતરોજ કેનાલમાં નહાવા પડેલ યુવક ડૂબવા લાગ્યો હતો

Top Stories Gujarat Surat Breaking News
Beginners guide to 2024 03 26T115005.593 સુરત: પલસાણામાં નહેરમાં 2 યુવકો તણાયા, ભારે જહેમત બાદ 1 યુવકનો બચાવ

સુરતમાં એક યુવક નહેરમાં તણાયો હોવાની ઘટના સામે આવી છે. સુરતના પલસાણામાં એક યુવક ચલથાણાની નહેરમાં પડ્યો હતો. ચલથાણામાં ગતરોજ કેનાલમાં નહાવા પડેલ યુવક ડૂબવા લાગ્યો હતો. તેને બચાવા તેનો મિત્ર પણ નહેરમાં પડ્યો.  જો કે સ્થાનિકોએ ભારે જહેમત બાદ 2  યુવકમાંથી 1 યુવકને બચાવી લીધો. લોકોના શ્રેષ્ઠ પ્રયાસથી એક આશાસ્પદ યુવાન ડૂબતા બચ્યો અને સહીસલામત કેનાલમાંથી બચાવી લેવાયો. જ્યારે બીજા યુવકની શોધખોળ ચાલુ છે.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ સુરતના પલસાણામાં યુવક નહેરમાં નાહવા પડ્યો હતો. શિવમ નામનો યુવક ચલથાણની નહેરમાં ધુળેટી તહેવાર પર રંગોથી હોળી રમ્યા બાદ નહાવા પડ્યો હતો. શિવમ નામનો યુવાન નહેરમાં પડ્યા બાદ અચાનક ડૂબવા લાગ્યો. શિવમને પોતે ડૂબતો હોવાનું લાગતા બચાવવા માટે બૂમો પાડવા લાગી. શિવમને બચાવવા તેનો મિત્ર અંકિત પણ નહેરમાં કૂદી પડ્યો. જો કે બંને મિત્રો નહેરમાંથી બહાર નીકળવામાં અસફળ રહ્યા. બંને મિત્રોએ બચાવ  માટે બૂમો પાડી. તેમની બૂમો સાંભળી નહેર પાસે ટોળું જમા થઈ ગયું. અને બંનેને બચાવવા પ્રયાસ કરવા લાગ્યું.

ચલથાણ નહેરમાં પડેલા અંકિત નામના યુવાનને મહિલાઓએ સાડીઓ નાખી બચાવી લીધો. પરંતુ શિવમ નહેરના ધસમસતા પ્રવાહમાં તણાયો. હજુસુધી શિવમનો કોઈ સમાચાર મળ્યા નથી. ઘટનાની જાણ થતા કામરેજ ફાયર ઘટના સ્થળે પહોંચ્યું અને યુવકની શોધખોળ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Gujarat-Heartattack/સુરતમાં 35 વર્ષીય જિમ ટ્રેનરનું હાર્ટએટેકથી મોત, કોઈપણ બીમારી ના હોવા છતાં યુવાન થયો હાર્ટએટેકનો શિકાર

આ પણ વાંચોઃ Surendranagar/ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત

આ પણ વાંચોઃ cm arvind kejrival/અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આપ પાર્ટી આજે PM મોદીના નિવાસ્થાનનો કરશે ઘેરાવો, પોલીસે ટ્રાફિક એડવાઈઝરી કરી જાહેર