સુરત/ વિધવા સાથે શારિરીક સંબંધો બનાવીને લાખો રૂપિયા પડાવી લીધા

 સુરતના સારોલી વિસ્તારમાં રેહતી ત્રણ સંતાનોની વિધવા માતાને લગ્નની લાલચ આપી પ્રેમીએ વિધવાના પતિની પોલીસીના 15 લાખ રૂપિયા પડાવી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

Gujarat Surat
YouTube Thumbnail 12 2 વિધવા સાથે શારિરીક સંબંધો બનાવીને લાખો રૂપિયા પડાવી લીધા

દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના સારોલી વિસ્તારમાં રેહતી ત્રણ સંતાનોની વિધવા માતાને લગ્નની લાલચ આપી પ્રેમીએ વિધવાના પતિની પોલીસીના 15 લાખ રૂપિયા પડાવી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.જે મામલે સારોલી પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ પાસેથી મળતી વિગત મુજબ સારોલી વિસ્તારમાં એક 42 વર્ષીય વિધવા મહિલા પોતાના ત્રણ સંતાનો સાથે રહે છે.ત્રણ વર્ષ પહેલાં તેના પતિને હાર્ટ એટેક આવતા મોત થયું હતું ત્યારે તેમના જીવન વીમા પોલિસીના પૈસા મળતા તેના વ્યાજમાંથી ઘરનું નિર્વાહ કરતા હતા. ત્યારે પાંચ મહિના પહેલા તેમના ઘરની બાજુની બિલ્ડીંગમાં રહેતા સૌરભ વિજયભાઈ મૂંઘરા સાથે વાતચીત થઇ હતી અને આ વાતચીત દરમિયાન મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી ત્યારે સૌરભે મહિલાને કહ્યું હતું કે મારો ઘર સંસાર સારી રીતે ચાલતો નથી હું એકલો પડી ગયો છું તેમ કહી મહિલાને કહ્યું હું તારા સંતાનોને અપનાવી તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છુ.

થોડા દિવસ બાદ સૌરભે મહિલાને ધંધામાં પૈસાની જરૂર છે તેમ કહી અવારનવાર પૈસાની માગ કરી હતી, મહિલાએ પૈસા આપવાની ના પાડતા સૌરભે જો મને પૈસા નહીં મળે તો મારે આપઘાત કરવો પડશે તેવું કહ્યું હતું, જેથી મહિલાએ તેને 10,000 રૂપિયા આપ્યા હતા અને બાદમાં વારંવાર કોઈના કોઈ બહાના હેઠળ સૌરભ પૈસા માંગતો હતો. આરોપી સૌરભે મહિલા સાથે વારંવાર શરીર સંબંધ બાંધી 15.10 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

મહિલાએ જે પૈસા આપ્યા હતા તે તેના પતિના વીમા પોલિસીના હતા જે પૈસાની થોડા સમય બાદ જરૂર પડતા મહિલાએ સૌરભ પાસે પેસા પરત માંગ્યા હતા પરંતુ સૌરભે પૈસા આપવામાં ગલ્લા કલ્લા કર્યા હતા.જેથી મહિલાએ પોલીસ ફરિયાદ કરવાની વાત કરી હતી ત્યારે સૌરભે કહ્યું,  તારાથી થાય તે કરી લે કોઈ પોલીસ કંઈ જ કરી શકશે નહીં અને હવે જો તે પૈસા માંગ્યા તો તને જાનથી મારી નાખીસ.જો કે સારોલી પોલીસ મથકમાં મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે તાત્કાલિક આરોપી સૌરભની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખેડામાં ચાલું શાળાએ શિક્ષકોએ મારી ગુલ્લી, જુઓ વીડિયો

આ પણ વાંચો:સુરતમાં મોડેલ તાન્યાના આપઘાત કેસમાં IPLના ખેલાડીનું નામ આવ્યું સામે

આ પણ વાંચો:વીડિયો બનવા પર કાકા અને કાકી કરતા હતા ગંદી કોમેન્ટ, પતિએ માર્યો માર… મહિલા ઈન્ફ્લુએન્સરે નોંધાયો કેસ

આ પણ વાંચો:ગુજરાતમાંથી રાજ્યસભામાં માટે બિનહરીફ ચૂંટાયા જેપી નડ્ડા, ભાજપે જીતી ચારેય બેઠકો