@ભાવેશ શર્મા
ખેડાનાં ચકલાસી પાસે પ્રાથમિક શાળાના શિક્ષકો ચાલું શાળાએ ગામમાં સામાજિક પ્રસંગમાં હાજરી આપવા પહોચ્યા હતાં.ચાલુ શાળાએ શિક્ષકોની હાજરી ન દેખાતા ગામના એક જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો.ત્યારે મતંવ્ય ન્યુઝ દ્વારા વાતચીત કરતા શાળાનાં આચર્ય કે શિક્ષકોને પસ્તાવો ન હોવાનું સામે આવ્યું છે. તો સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
નડિયાદ તાલુકાના ચકલાસીના ઉમેદપુરાના ભીખા ઉમેદના કુવા પાસે આવેલી પ્રાથમિક શાળાનો વિડીયો હાલમાં વાયરલ થયો છે. ચાલુ શાળાએ શિક્ષકોની હાજરી ન દેખાતા જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો હતો. જેમાં તમામ વર્ગખંડોમાં તપાસ કરતા એક પણ શિક્ષક કે આચાર્ય ક્લાસમાં જોવા મળ્યા નહોતા. શાળાના કાર્યાલય તાળા લટકતા દેખાય છે, તો સ્ટાફરૂમ પણ ખાલી જોવા મળે છે.
જાગૃત નાગરિકે ઉતારેલા વીડિયોમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રામ ભરોષે દેખાય છે. કુલ 4 મિનિટ 15 સેકન્ડનો વીડિયો બનાવ્યો જેમાં આખી શાળા બતાવવામાં આવી છે. જેમાં એકપણ શિક્ષક કે આચાર્ય શાળામાં ન દેખાયા નહોતા. શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષકો અંગે પૂછતા વિદ્યાર્થીઓ પણ અજાણ હતા. શિક્ષકોની ગેરહાજરીથી બાળકોના શિક્ષણ તેમજ સુરક્ષાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે હવે શિક્ષણ વિભાગ શું પગલા લેશે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો:લોકસભા ચૂંટણી પહેલા આધાર કાર્ડ કેમ કરવામાં આવી રહ્યા નિષ્ક્રિય? સીએમ મમતાએ પીએમ મોદીને લખ્યો પત્ર
આ પણ વાંચો:અખિલેશે કોંગ્રેસને ઓફર કરી 17 સીટો, કોંગ્રેસના જવાબ બાદ આગળનો રસ્તો થશે નક્કી
આ પણ વાંચો:પ્રિયંકા ગાંધીની બગડી તબિયત, સર ગંગારામ હોસ્પિટલમાં કરાયા દાખલ