IPL/ IPL-2024ના કાર્યક્રમની જાહેરાત,આ દિવસથી શરુ થશે IPL,જાણો ફાઇનલ ક્યારે રમાશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024 )ની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે.

Top Stories Sports
1 3 IPL-2024ના કાર્યક્રમની જાહેરાત,આ દિવસથી શરુ થશે IPL,જાણો ફાઇનલ ક્યારે રમાશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024 )ની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ અરુણ ધૂમલે  કહ્યું કે અમે 22 માર્ચથી આઈપીએલ 2024 શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.જો કે હજુ સુધી સંપૂર્ણ શિડ્યુલ નક્કી કરવામાં આવ્યું નથી. લોકસભા ચૂંટણીને કારણે IPLનું શેડ્યૂલ સંપૂર્ણ રીતે ફાઈનલ થયું નથી. તેમણે વધુમાં કહ્યું કે પહેલા 15 દિવસનું શેડ્યૂલ પહેલા જાહેર કરવામાં આવશે ચૂંટણીના કારણે IPLની આખી  સીઝન  ભારતમાં જ રમાશે.લોકસભા ચૂંટણીની તારીખો આવતા મહિનાની શરૂઆતમાં જાહેર થઈ શકે છે. ધૂમલે કહ્યું, ‘અમે 22 માર્ચથી ટૂર્નામેન્ટ શરૂ કરી રહ્યા છીએ. અમે સરકારી એજન્સીઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ અને પહેલા પ્રારંભિક શેડ્યૂલ જાહેર કરીશું. આખી ટુર્નામેન્ટ ભારતમાં જ રમાશે.

જૂનમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આઈપીએલની ફાઈનલ 26 મેના રોજ યોજાઈ શકે છે. આઈપીએલના નિયમો અનુસાર પ્રથમ મેચ ચેન્નાઈ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાય તેવી શક્યતા છે. કારણ કે IPLમાં પ્રથમ મેચ ગત સિઝનની ફાઇનલમાં પહોંચેલી ટીમો વચ્ચે રમાય છે.

અરુણ ધમાલે કહ્યું કે IPL (IPL 2024) ની 17મી સીઝનનું શેડ્યૂલ હજી જાહેર ન થયું તેનું સાચું કારણ ચૂંટણી છે. ધૂમલે વધુમાં જણાવ્યું હતું કે માત્ર પ્રથમ 15 દિવસનું શેડ્યૂલ જાહેર કરવામાં આવશે અને બાકીની મેચોની તારીખો ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ નક્કી કરવામાં આવશે. ધૂમલે કહ્યું કે અમે 22મીથી ટુર્નામેન્ટ શરૂ કરવાનું આયોજન કરી રહ્યા છીએ. તમામ મેચ ભારતમાં રમાશે.2009માં જ સમગ્ર આઈપીએલ વિદેશ (દક્ષિણ આફ્રિકા)માં રમાઈ હતી, જ્યારે 2014માં સામાન્ય ચૂંટણીના કારણે આઈપીએલની સીઝન યુએઈમાં રમાઈ હતી. જો કે, 2019 માં ચૂંટણી હોવા છતાં, ટુર્નામેન્ટ ફક્ત ભારતમાં જ યોજાઈ હતી. વર્ષ 2019ની જેમ આઈપીએલ 2024નું શેડ્યૂલ બે તબક્કામાં જાહેર કરવામાં આવશે.