Not Set/ વિધિનાં વિધાનને બદલવાનું કહેનારા નિરહુઆને અઢી લાખથી પણ વધુ મતોથી મળી હાર

લોકસભાની ચૂંટણીનાં પરિણામ સામે આવ્યા બાદ ઘણા એવા ચહેરા કે જે બહુ મોટી મોટી વાતો કરતા અને જીતનો વિશ્વાસ નહી પણ એક અભિમાન સાથે બોલતા તે મોટાભાગનાં હારનો સ્વાદ ચાંખીચુક્યા છે. જેમા એક નામ ભોજપુરી કલાકાર નિરહુઆનું આવે છે. જેમણે હદથી પણ વધુ બોલતા કહ્યુ હતુ કે, હુ ચાહુ તો વિધિનું વિધાન પણ બદલી શકુ […]

Top Stories India
Dinesh Lal Yadav alias Nira 1556886966 વિધિનાં વિધાનને બદલવાનું કહેનારા નિરહુઆને અઢી લાખથી પણ વધુ મતોથી મળી હાર

લોકસભાની ચૂંટણીનાં પરિણામ સામે આવ્યા બાદ ઘણા એવા ચહેરા કે જે બહુ મોટી મોટી વાતો કરતા અને જીતનો વિશ્વાસ નહી પણ એક અભિમાન સાથે બોલતા તે મોટાભાગનાં હારનો સ્વાદ ચાંખીચુક્યા છે. જેમા એક નામ ભોજપુરી કલાકાર નિરહુઆનું આવે છે. જેમણે હદથી પણ વધુ બોલતા કહ્યુ હતુ કે, હુ ચાહુ તો વિધિનું વિધાન પણ બદલી શકુ છું. અહી વિશ્વાસ નહી પણ અભિમાન વધુ છલકાઇ રહ્યુ હતુ. આપને જણાવી દઇએ કે, નિરહુઆને આજમગઢ બેઠક પર સપા અધ્યક્ષ અખિલેશ યાદવની સામે 2 લાખ 59 હજાર 874 મતોથી કારમી હાર મળી છે.

Bhojpuri Actor Dinesh yadav Nirhua Against Akhilesh Yadav વિધિનાં વિધાનને બદલવાનું કહેનારા નિરહુઆને અઢી લાખથી પણ વધુ મતોથી મળી હાર

આજમગઢ લોકસભા બેઠક પર સપા અધ્યક્ષ અખિલેશ યાદવએ ભાજપનાં ઉમેવાર અને ભોજપુરી સ્ટાર દિનેશ લાલ યાદવ નિરહુઆને હરાવી જીત મેળવી છે. અખિલેશને 6 લાખ 21 હજાર 578 અને નિરહુઆને 3 લાખ 61 હજાર 704 વોટ મળ્યા હતા. શરૂઆતનાં વલણોથી અખિલેશ આગળ ચાલી રહ્યા હતા. લગભગ રાત્રે 10 વાગ્યા સુધી ગણતરી ચાલી હતી. આપને જણાવી દઇએ કે, આજમગઢથી ભાજપનાં ઉમેદવાર દિનેશ લાલ યાદવ નિરહુઆ પરિણામ પહેલા પોતાની જીતને લઇને એક વિવાદિત નિવેદન આપી ચુક્યા છે. મળતી માહિતી અનુસાર જનતાએ તેમના એ નિવેદન પર જ તેમને જાકારો આપ્યો છે.

નિરહુઆ શું કહ્યુ હતુ?

Dinesh વિધિનાં વિધાનને બદલવાનું કહેનારા નિરહુઆને અઢી લાખથી પણ વધુ મતોથી મળી હાર

એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યૂ આપતા નિરહુઆએ કઇક એવુ કહ્યુ કે, જે તેમની અંદર રહેલા અભિમાનને છલકાવી ગયુ. જ્યારે તેમને એન્કર દ્વારા પુછવામાં આવ્યુ કે, જો તમે હારી ગયા તો આવાત પાંચ વર્ષ તમે અહી જોવા મળશો કે નહી? જેના જવાબમાં નિરહુઆએ કહ્યુ કે, “મને હરાવી શકે તેવા કોઇ વ્યક્તિએ જન્મ લીધો નથી. કારણ કે હુ સ્વતંત્ર માણસ છુ. મારી વિચારધારા સ્વતંત્ર છે, હુ કોઇનો પણ ગુલામ નથી. હુ ઈશ્વરનાં લખાયેલા લેખને પણ બદલી શકુ છુ, નષ્ટ કરી શકુ છુ. જો હુ મારો વિચાર રજૂ કરુ છુ. હુ અહીયા કોઇને પાછળ ચાલનાર વ્યક્તિ નથી. તમે ભૂલી જાય કે મને કોઇ અહીયા હરાવી શકે છે.”