Kiss on Road/ ચાલુ ટુ-વ્હીલરે યુવાન-યુવતીનો કિસ કરતો વિડીયો વાઇરલઃ રોડ સેફ્ટીની ઐસી કી તૈસી

હાલમાં ઉત્તરપ્રદેશમાં રોડ સેફ્ટી અભિયાન ચાલી રહ્યુ છે, પરંતુ રાજધાનીમાં લખનઉમાંથી એક વિડીયો સામે આવ્યો છે જેણે રોડ સેફ્ટી અભિયાનના લીરેલીરા ઉડાવી દીધા છે. લખનઉના પોશ માર્કેટ હઝરતગંજમાં એક યુવક અને યુવતી રસ્તાની વચ્ચે Kiss on Road અશ્લીલતાની હદ વટાવતા જોવા મળ્યા છે.

Top Stories India
Kiss on road

લખનઉઃ હાલમાં ઉત્તરપ્રદેશમાં રોડ સેફ્ટી અભિયાન (Road Safety) ચાલી રહ્યુ છે, પરંતુ રાજધાનીમાં લખનઉમાંથી એક વિડીયો સામે આવ્યો છે જેણે રોડ સેફ્ટી અભિયાનના લીરેલીરા ઉડાવી દીધા છે. લખનઉના પોશ માર્કેટ હઝરતગંજમાં એક યુવક અને યુવતી રસ્તાની વચ્ચે Kiss on Road અશ્લીલતાની હદ વટાવતા જોવા મળ્યા છે. આ જોતાં તો એવું જ લાગે છે કે કદાચ આગામી સમયમાં પોર્નોગ્રાફિક મૂવીનું બજાર જ બંધ થઈ જશે. બધુ જ સરેઆમ થતું હોય તો પછી પોર્નોગ્રાફિક મૂવીની પણ શું જરૂર પડશે.

આ પણ વાંચોઃ મથુરામાં બાંકે બિહારી મંદિરના કોરિડોરનો સખ્ત વિરોધ,જાણો શું છે માંગ…

હઝરતગંજના વ્યસ્ત રોડ પર ચાલતી સ્કૂટ પર એક યુવક અને યુવતી રોમાન્સ કરી રહ્યા હતા. આ ખતરનાક સ્ટંટનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે છોકરો વ્યસ્ત રોડ પર સ્કૂટી ચલાવી રહ્યો છે. એટલું જ નહી આ વિડીયોમાં યુવતી સ્કૂટી પર યુવકના ખોળામાં બેઠી હોવાનું તથા તેને વારંવાર કિસ કરતી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. કેટલાય લોકોએ આ વિડીયોને જુદા-જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેને શેર કર્યો છે.

પાછળ આવતા બાઇક સવારે વિડીયો બનાવ્યો

ચાલતી સ્કૂટી પર યુવક અને યુવતી વચ્ચે રોમાન્સ ચાલી રહ્યો હતો ત્યારે તેમના એક બાઇક સવારે તેના મોબાઈલથી આ વિડીયો બનાવ્યો હતો . જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર મામલે હજુ સુધી પોલીસનું કોઈ નિવેદન સામે આવ્યું નથી.

આ પણ વાંચોઃ  સ્કૂલ સંચાલકોના સ્કૂલનું જ સ્વેટર પહેરવાના નિયમે મારી દીકરીનો જીવ લીધોઃ માતા

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી દેશના રસ્તા પર આ રીતે યુવક યુવતીને ખોળામાં લઈને વાહન પર મુસાફરી કરતા હોવાના ઘણા વિડીયો વાઇરલ થવા લાગ્યા છે. પણ કેટલાક તો ખાનગી રસ્તા પર અથવા તો એકલ દોકલ જતું હોય તેવા રસ્તા પરના હોય છે. પણ હવે તો રીતસર જાહેર રસ્તા પર આ પ્રકારના વિડીયો બહાર આવવા લાગ્યા છે. આ રીતસર ચોંકી જવાય તેવી બાબત છે. આ બતાવે છે કે સમાજમાં હવે નૈતિકતાનું સ્તર કેટલું કથળી રહ્યુ છે.

આ પણ વાંચોઃ

મોંઘવારી માઝા મૂકશે,2023માં વૈશ્વિક મંદીના અણસાર,અહેવાલમાં દાવો

 સરકારી કર્મચારીના મૃત્યુ બાદ એડોપ્ટ કરેલા બાળકને ફેમીલી પેન્શન મળી શકે નહીં : સુપ્રીમ કોર્ટ

ઓસ્ટ્રેલિયન મહિલાએ તીર મારવા માટે પગનો ઉપયોગ કર્યો, તોડ્યો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ