Not Set/ બિહારમાં પોસ્ટર વોર શરૂ, JDU એ જેલમાં બંધ લાલુ પ્રસાદ યાદવ પર તંજ કસતા RJD પર સાધ્યું નિશાન

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે એટલે કે રવિવારે બિહારમાં વર્ચુઅલ રેલી કરવા જઇ રહ્યા છે. અમિત શાહની આ વર્ચુઅલ રેલીનો વિરોધ કરવા માટે આરજેડી નેતા તેજસ્વી યાદવે આજનો દિવસ ગરીબ અધિકાર દિવસ તરીકે ઉજવવા હાકલ કરી છે. તેજસ્વી યાદવે લોકોને અપીલ કરી હતી કે અમિત શાહની આ વર્ચુઅલ રેલીનો વિરોધ તમે થાળી વગાડીને કરો. […]

India
b8894d3b559f1aa3417552c0c439948d બિહારમાં પોસ્ટર વોર શરૂ, JDU એ જેલમાં બંધ લાલુ પ્રસાદ યાદવ પર તંજ કસતા RJD પર સાધ્યું નિશાન
b8894d3b559f1aa3417552c0c439948d બિહારમાં પોસ્ટર વોર શરૂ, JDU એ જેલમાં બંધ લાલુ પ્રસાદ યાદવ પર તંજ કસતા RJD પર સાધ્યું નિશાન

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે એટલે કે રવિવારે બિહારમાં વર્ચુઅલ રેલી કરવા જઇ રહ્યા છે. અમિત શાહની આ વર્ચુઅલ રેલીનો વિરોધ કરવા માટે આરજેડી નેતા તેજસ્વી યાદવે આજનો દિવસ ગરીબ અધિકાર દિવસ તરીકે ઉજવવા હાકલ કરી છે. તેજસ્વી યાદવે લોકોને અપીલ કરી હતી કે અમિત શાહની આ વર્ચુઅલ રેલીનો વિરોધ તમે થાળી વગાડીને કરો. જો કે આ પહેલા અહી પોસ્ટર વોર શરૂ થયુ ગયુ છે. જેમા જેડીયુ એ આરજેડી પર પોસ્ટર મારફતે તેન હસી ઉડાવવાનો પ્રયત્ન કર્યો છે.

આપને જણાવી દઇએ કે, અમિત શાહની આ વર્ચુઅલ રેલી પહેલા, પટણામાં જેડીયુ દ્વારા ઘણા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જ્યાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ મારફતે તેજસ્વી યાદવ પર હુમલો કરવામાં આવી રહ્યો છે.  પટણાનાં આ પોસ્ટરમાં લાલુ પ્રસાદ તેમજ આરજેડીનાં પૂર્વ સાંસદ મોહમ્મદ શહાબુદ્દીન અને ધારાસભ્ય રાજબલ્લભ યાદવ શામેલ છે. આ પોસ્ટરમાં બતાવવામાં આવ્યું છે કે આ ત્રણેય નેતાઓ હાલમાં જેલમાં છે. લાલુ એક તરફ રાંચી જેલમાં બંધ છે. બીજી તરફ, શહાબુદ્દીન દિલ્હીની તિહાડ જેલમાં છે. રાજબલ્લભ યાદવ દુષ્કર્મનાં આરોપમાં જેલમાં છે.

આ પોસ્ટર બતાવે છે કે ગરીબ અધિકાર દિવાસ પ્રસંગે જેલમાં રહેલા લાલુ પ્રસાદ, શહાબુદ્દીન અને રાજબલ્લભ યાદવ કેવી થાળી વગાડી રહ્યા છે. પોસ્ટર પર લખ્યું છે, “કેદી બજા રહા થાલી, જનતા બાજાઓ તાલી.” જેડીયુએ આ પોસ્ટર દ્વારા તેજસ્વી યાદવ પર પ્રહારો કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.