China/ મ્યાનમારનું ગૃહયુદ્ધ ચીનની સરહદમાં પંહોચ્યું, યુદ્ધમાં ચીની નાગરિકો ઘાયલ

મ્યાનમારમાં ચાલતુ ગૃહ યુદ્ધ હવે ચીનની સરહદ પર પંહોચ્યું છે. ચીનના વિસ્તારમાં તોપના ગોળા છોડવામાં આવ્યા છે. આ હુમલામાં પાંચ ચીની નાગરિકો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. ઓચિંતા હુમલાથી ચીન ક્રોધે ભરાતા મ્યાનમારમાં બંને પક્ષોને ચેતવણી આપી છે. મ્યાનમારની અંદર ચાલી રહેલ ગૃહયુદ્ધ હવે ફરી એકવાર ચીનની સરહદની અંદર ઘુસી […]

Top Stories World
Mantay 13 મ્યાનમારનું ગૃહયુદ્ધ ચીનની સરહદમાં પંહોચ્યું, યુદ્ધમાં ચીની નાગરિકો ઘાયલ

મ્યાનમારમાં ચાલતુ ગૃહ યુદ્ધ હવે ચીનની સરહદ પર પંહોચ્યું છે. ચીનના વિસ્તારમાં તોપના ગોળા છોડવામાં આવ્યા છે. આ હુમલામાં પાંચ ચીની નાગરિકો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. ઓચિંતા હુમલાથી ચીન ક્રોધે ભરાતા મ્યાનમારમાં બંને પક્ષોને ચેતવણી આપી છે.

મ્યાનમારની અંદર ચાલી રહેલ ગૃહયુદ્ધ હવે ફરી એકવાર ચીનની સરહદની અંદર ઘુસી ગયું છે. ચીનના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વીડિયો આ વાતની પુષ્ટિ કરી રહ્યા છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે મ્યાનમારની સરહદની અંદર તોપના ગોળા છોડવામાં આવ્યા છે. જેના કારણે ચીનના ઘણા વિસ્તારને નુકસાન થયું છે. તેમજ 5 ચીની નાગરિકો પણ ઘાયલ થયા છે.

ચીનની સરહદ પરનો વિસ્તાર કે જે મ્યાનમારની નજીક છે તે વિસ્તારમાં ભીષણ લડાઈ ચાલી રહી છે. આ વિસ્તારમાં વિદ્રોહીઓ મ્યાનમારમાં સેના વિરુદ્ધ સતત ભીષણ હુમલાઓ કરી રહ્યા છે અને તેઓએ દેશના મોટા વિસ્તારો પર કબજો કરી લીધો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે મ્યાનમારની સેના અને વિદ્રોહીઓ બંને ચીન પાસેથી જ હથિયારો મેળવી રહ્યા છે. અને હવે ચીનને પોતાની આ હોંશિયારી વધુ ભારે પડી રહી છે.

તાજેતરમાં, મ્યાનમારમાં બળવાખોર નેતા આંગ સાન સૂ કીના પક્ષે ચીનને ખાતરી આપી હતી કે મ્યાનમારમાં તેના હિત અથવા રોકાણને કોઈ નુકસાન થવા દેવામાં આવશે નહીં. કહેવામાં આવી રહ્યું છે કે મ્યાનમારથી ફાયર કરવામાં આવેલા તોપના ગોળા હવે ચીનના નાનસાન શહેરમાં પડ્યા છે. નાનસાન નગર ચીનના યુનાન પ્રાંતમાં આવે છે જે મ્યાનમારને અડીને છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ચીનના વિસ્તારમાં તોપના ગોળા પડવાને કારણે ઘણી કારોને નુકસાન થયું છે. તેમજ સ્થાનિક લોકો ઘાયલોની સારવાર કરતા જોવા મળ્યા હતા. આ વિસ્ફોટોને કારણે ઘણો કાટમાળ પણ એકઠો થયો હતો. આ હુમલામાં ઘાયલ તમામ લોકોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જો કે તેમની સ્થિતિ વિશે કોઈ માહિતી મળવા પામી નથી. હુમલાથી ક્રોધે ભરાયેલા ચીનની સરકારે આ ઘટનાને વખોડતા મ્યાનમારમાં લડતા પક્ષો પાસેથી તાત્કાલિક યુદ્ધવિરામની માંગ કરી હતી.

ચીન પોતાની જ બેવડી નીતિનો ભોગ બની રહ્યો છે. અગાઉ ચીને  જાહેરાત કરી હતી કે તે મ્યાનમાર સરકાર અને વિદ્રોહીઓ વચ્ચેની લડાઈમાં મધ્યસ્થી કરી રહ્યું છે. ચીને એક બાજુ મ્યાનમારની સૈનાને ઘાતક તોપઘાના આપ્યા તો બીજી બાજુ બળવાખોરને પણ અંદરખાનેથી મદદ કરી રહ્યું હોવાનું આંતરિક સુત્રોએ માહિતી આપી હતી. પરંતુ ચીન હવે પોતાની જ બેવડી નીતિમાં ફસાતા મ્યાનમારના ગૃહયુદ્ધનો ભોગ બન્યું.