Not Set/ અમદાવાદના બાપુનગરમાં યુવકની હત્યા

અમદાવાદ પોલીસ એક બાજુ સબસલામતીના દાવા કરી રહી છે.જ્યારે બીજીબાજુ હત્યાની ઘટનાઓનો સાલસીલો ચાલુ રહ્યો છે.બાપુનગર વિસ્તારના સત્યામ ફ્લેટ પાસે મધરાત્રે અમીત ઉર્ફે આકાર પટેલ અને સુરેશ સીધાભાઈ ચૌધરી વચ્ચે ઝઘડો થયો હતો.તે સમયે બંને શખસે તિક્ષ્ણ હથિયાર વડે સામસામે હુમલો કર્યો હતો.હુમલામાં ઘવાયેલા અમીત ઉર્ફે સાકાર લોહીના ખાબોચીયામાં જ તરફડીયા મારીને મોતને ભેટ્યો હતો.તિક્ષ્ણ […]

Top Stories
murder અમદાવાદના બાપુનગરમાં યુવકની હત્યા

અમદાવાદ પોલીસ એક બાજુ સબસલામતીના દાવા કરી રહી છે.જ્યારે બીજીબાજુ હત્યાની ઘટનાઓનો સાલસીલો ચાલુ રહ્યો છે.બાપુનગર વિસ્તારના સત્યામ ફ્લેટ પાસે મધરાત્રે અમીત ઉર્ફે આકાર પટેલ અને સુરેશ સીધાભાઈ ચૌધરી વચ્ચે ઝઘડો થયો હતો.તે સમયે બંને શખસે તિક્ષ્ણ હથિયાર વડે સામસામે હુમલો કર્યો હતો.હુમલામાં ઘવાયેલા અમીત ઉર્ફે સાકાર લોહીના ખાબોચીયામાં જ તરફડીયા મારીને મોતને ભેટ્યો હતો.તિક્ષ્ણ હથિયાર વડે સામસામે હુમલાની ઘટનાની જાણ થતાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

હુમલામાં ઘવાયેલા સુરેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.આ ઘટનાની જાણ થતાં બાપુનગર પોલીસ દોડી આવી હતી.આ અંગે ત્રિવેમીબેન પટેલે તેમના પુત્રની હત્ય ાકરનાર સુરેશ સામે હત્યાનો ગુનો નોંઘાવ્યો હતો.હુમલામાં ઘવાયેલા સુરેશ પર પોલીસે જાપ્યો ગોઠવી દીધો હતો.

બાપુનગર પોલીસે હત્યાની ઘટનાની કરેલી તપાસમાં મળેલી પ્રાથમીક વિગતો એવી છે કે ત્રણ માસ પહેલા કોઈ ્અંગત અદાવતના કારણે અમીત ઉર્ફે આકારે તિક્ષ્ણ હથિયાર વડે સુરેશ અને તેના મિત્ર પર હુમલો કર્યો હતો.જે અંગે તે સમયે નોંઘાયેલા ગુનામાં પોલીસે અમીતની ધરપકડ પણ કરી હતી.હુમલાની અદાવત રાખીને સુરેશે અમીત પર હુમલો કર્યો હતો.જે સમયે અમીતે પણ પોતાની પાસેના હથિયાર વડે સુરેશ પર હુમલો કર્યો હતો.હત્યાના ગુનાનો આરોપી સુરેશ હાલ સારવાર લઈ રહ્યો છે.જેને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે,તે સમયે જ પોલીસે તેની ધરપકડ કરશે.હાલ તો પોલીસે તેના પર જાપ્યો ગોઠવી દીધો છે.