IPL 2023/ કોલકાતાએ ભારે રોમાંચક મેચમાં છેલ્લા બોલે પંજાબને પાંચ વિકેટથી હરાવ્યું

કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી આ મેચમાં PBKS એ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા

Top Stories Sports
8 6 કોલકાતાએ ભારે રોમાંચક મેચમાં છેલ્લા બોલે પંજાબને પાંચ વિકેટથી હરાવ્યું

આઈપીએલ 2023ની 53મી મેચ સોમવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી આ મેચમાં PBKS એ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા. કેપ્ટન શિખર ધવને અડધી સદી ફટકારી હતી. તેના સિવાય શાહરૂખ ખાને 8 બોલમાં અણનમ 21 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા અને મેચ 5 વિકેટે જીતી લીધી હતી.

180 રનના ટાર્ગેટનો પીછો કરતા કોલકાતાની શરૂઆત એવરેજથી થઈ હતી. ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈમ્પેક્ટ પ્લેયર જેસન રોય વચ્ચે પ્રથમ વિકેટ માટે 38 રનની ભાગીદારી થઈ હતી. KKRની પહેલી વિકેટ 5મી ઓવરના ચોથા બોલ પર પડી હતી. નાથન એલિસે ગુરબાજને એલબીડબલ્યુ આઉટ કર્યો. રહેમાનુલ્લાહે 12 બોલમાં 15 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 1 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. કોલકાતાને 8મી ઓવરના બીજા બોલ પર બીજો ઝટકો લાગ્યો હતો. હરપ્રીત બ્રારે જેસન રોયને શાહરૂખ ખાનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. રોયે 24 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 38 રન બનાવ્યા હતા. નીતિશ રાણા અને વેંકટેશ અય્યર વચ્ચે ત્રીજી વિકેટ માટે 51 રનની ભાગીદારી થઈ હતી.

KKRની ત્રીજી વિકેટ 14મી ઓવરના ચોથા બોલ પર પડી. અય્યરે 13 બોલમાં 11 રન બનાવ્યા હતા. રાહુલ ચહરે તેને લિવિંગસ્ટોનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી રાણાએ 37 બોલમાં અડધી સદી ફટકારી હતી. તે બીજા જ બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. લિવિંગસ્ટોને રાહુલ ચહરના બોલ પર રાણાનો કેચ પણ પકડ્યો હતો. KKRના કેપ્ટને 38 બોલમાં 51 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં રસેલ 23 બોલમાં 42 રનના સ્કોર પર રનઆઉટ થયો હતો. રિંકુ સિંહે 10 બોલમાં 21 રન બનાવ્યા અને શાર્દુલ ખાતું ખોલાવ્યા વિના અણનમ રહ્યો.

પંજાબ તરફથી ઓપનિંગમાં પ્રભસિમરન સિંહ ધવન સાથે ઉતર્યો હતો. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 21 રનની ભાગીદારી થઈ હતી. પ્રભસિમરન 8 બોલમાં 12 રનની ઇનિંગ રમીને હર્ષિત રાણાનો શિકાર બન્યો હતો. પંજાબ તરફથી ત્રીજા નંબરે બેટિંગ કરવા ઉતરેલ ભાનુકા રાજપક્ષે ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. શિખર ધવન અને લિયામ લિવિંગસ્ટને ત્રીજી વિકેટ માટે 13 બોલમાં 24 રનની ભાગીદારી નોંધાવી હતી. લિવિંગસ્ટન 9 બોલમાં 15 રનની ઇનિંગ રમીને વરુણ ચક્રવર્તીનો શિકાર બન્યો હતો. પંજાબને આ મેચમાં ચોથો ઝટકો ઇનિંગની 13મી ઓવરમાં ત્યારે લાગ્યો જ્યારે જીતેશ શર્મા 21 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. ધવન 15મી ઓવરમાં કેચ આઉટ થયો હતો. તેણે 47 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી. ઋષિ ધવન 17મી ઓવરમાં પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 11 બોલમાં 19 રન બનાવ્યા હતા. સેમ કરન 18મી ઓવરમાં કેચ આઉટ થયો હતો. તેણે 9 બોલમાં 4 રન બનાવ્યા હતા. શાહરૂખ ખાન 8 બોલમાં 21 રન અને હરપ્રીત બ્રારે 9 બોલમાં 17 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. વરુણ ચક્રવર્તીને 3 સફળતા મળી હતી, જ્યારે હર્ષિત રાણાએ 2 વિકેટ અને સુયશ શર્મા-નીતીશ રાણાએ 1-1 વિકેટ લીધી હતી.