દુર્ઘટના/ પાંડેસરા વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડીંગની લીફ્ટ પટકાતા બે મજુરોના કરુણ

સુરતના પાંડેસરા વિસ્તારમાં  તિરુપતિ સર્કલ પાસે એક નિર્માણાધીન બિલ્ડીગ ની લીફ્ટ તૂટી પડી હતી. જેમાં બે મજૂરો ચોથા માળે થી નીચે પટકાયા હતા.

Top Stories Gujarat Surat
તાપી મીર 2 4 પાંડેસરા વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડીંગની લીફ્ટ પટકાતા બે મજુરોના કરુણ
  • સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના
  • તિરુપતિ સર્કલ પાસે નિર્માણાધીન બિલ્ડીંગની લિફ્ટ તૂટી
  • ચોથા માળેથી લિફ્ટ તૂટી પડતા બે મજૂરોના મોત
  • લિફ્ટનું કામકાજ કરતા બે મજૂરોના મોત
  • ઘટનાને પગલે પોલીસ પહોંચી

રાજ્યમાં આજે વધુ એક લીફ્ટ તૂટવાની ઘટના સામે આવી છે. અમદાવાદ બાદ હવે સુરતમાં નિર્માણાધીન બિલ્ડીંગની લીફ્ટ તૂટી છે. આ ઘટનામાં બે મજુરો ઉપરથી નીચે પટકાયા હતા અને બંને મજુરોના ના મોત થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં  તિરુપતિ સર્કલ પાસે એક નિર્માણાધીન બિલ્ડીગ ની લીફ્ટ તૂટી પડી હતી. જેમાં બે મજૂરો ચોથા માળે થી નીચે પટકાયા હતા. અને બંને મજુરોના મોત નીપજ્યાં છે. તિરુપતિ સર્કલ પાસે પ્લેટીનમ કોમ્પ્લેક્ષમાં આ ઘટના બની હતી. જેમાં બે શ્રમિકોના મોત થયા છે.

vd1 3 પાંડેસરા વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડીંગની લીફ્ટ પટકાતા બે મજુરોના કરુણ

બિલ્ડીંગની લીફ્ટ રીપેર કરતી વખતે શ્રમિકનો પગ લપસી જતા આ ઘટના બની હતી જેમાં નીલેશ અને આકાશ નામના બે શ્રમિકોના મોત થયા છે. પોલીસ હાલ ઘટના સ્થળે પહોચી છે. અને કાર્યવાહી શરુ કરી છે.

vd4 1 પાંડેસરા વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડીંગની લીફ્ટ પટકાતા બે મજુરોના કરુણ

અત્રે નોધનીય છે કે અમદાવાદ માં પણ બે દિવસ અગાઉ આવી જ ઘટના બની હતી. જેમાં નિર્માણાધીન બિલ્ડીંગ માંથી લીફ્ટ નીચે પટકાઈ હતી અને 7  શ્રમિકોના મોત થયા હતા.  એસ્પાયર-2 નામની બિલ્ડીંગમાં સાતમા માળેથી લીફટ તૂટતા 7 શ્રમિકોના મોત નીપજ્યા છે. બિલ્ડીંગનું બાધકામનું ચાલી રહ્યું હતું.

National/ કોંગ્રેસીઓએ ભારત જોડો યાત્રા માટે શાકભાજી વિક્રેતાઓ પાસેથી 2-2 હજાર માંગ્યા