Accident/ હાઈવે પર ઓવરસ્પીડ પર બાઇક ચલાવવું યુવકને પડ્યું ભારે, થયું કરુણ મોત

વાપી આનંદનગરમાં ભોલેબાબા આશ્રમ નજીક રહેતા અને બજારોમાં બટાકાના હોલસેલ વેપાર કરતા ઓમપ્રકાશ રાજપૂતનો 38 વર્ષીય પુત્ર જયદિપ ગત મોડી રાત્રે દમણથી તેની હાર્ડલી ડેવિડસન સ્પોર્ટસ બાઇક નંબર જીજે 15 બીએમ 6001 લઇને નીકળ્યો હતો.

Gujarat Others
a 348 હાઈવે પર ઓવરસ્પીડ પર બાઇક ચલાવવું યુવકને પડ્યું ભારે, થયું કરુણ મોત

દમણ-વાપી મુખ્ય માર્ગ પર વરકુંડના સંત નિરંકારી હોલ નજીક એક વેપારીના દીકરાને હાર્ડલી ડેવિડસનની સ્પોર્ટસ બાઇક 100 ની ઝડપે ટન લેવાનું ભારે પડ્યું છે. બાઇક ડિવાઇડર સાથે અથડાતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે તેની પાછળ બેઠેલા તેના મિત્રની હાલત ગંભીર છે.

મળતી માહિતી અનુસાર, વાપી આનંદનગરમાં ભોલેબાબા આશ્રમ નજીક રહેતા અને બજારોમાં બટાકાના હોલસેલ વેપાર કરતા ઓમપ્રકાશ રાજપૂતનો 38 વર્ષીય પુત્ર જયદિપ ગત મોડી રાત્રે દમણથી તેની હાર્ડલી ડેવિડસન સ્પોર્ટસ બાઇક નંબર જીજે 15 બીએમ 6001 લઇને નીકળ્યો હતો. બાઇકની પાછળ તેનો મિત્ર ભાગ્યેશ મનસુખભાઇ રાજપૂત હતો. બંને 800 સીસીની સ્પોર્ટ્સ બાઇક લઇને પાછા સુરત આવી રહ્યા હતા. આ દરમિયાન, વરકુંડના સંત નિરંકારી હોલ પાસે 100 ની ઝડપે વળાંક લેતા બાઇક પર કાબુ ગુમાવતા ડિવાઇડર સાથે અથડાઈ હતી.

આ ઘટનામાં બાઇક ચાલક જયદીપસિંગનું માથું ડિવાઇડરમાં અથડાતાં માથાના ભાગે ગંભીર ઇજા થવાથી એનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા મિત્ર જિગ્નેશ રાજપૂતને માથા અને પેટના ભાગે ઇજા થતા 108 દ્વારા દમણમાં આવેલ મરવડ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાંની સાથે જ તાત્કાલિક દમણ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી શરુ કરી હતી.

મૃતકના મિત્ર જિગ્નેશ રાજપૂતે કહ્યું હતું કે, શનિવારે મારી બાઇક લઇને જયદીપ વાપી ગયો હતો. વાપીમાં તેના ઘરે મુકેલી મારી બાઇક લેવા માટે દમણથી વાપી જવા માટે નીકળ્યા હતા. જો કે, બાઇકની સ્પીડ વધારે હોવાથી વળાંકમાં કંટ્રોલ ન રહેતાં બાઇક સ્લીપ થઇને ડિવાઇડર સાથે અથડાઈ હતી.

હું અને મારો મિત્ર બંને અકસ્માત સર્જાયો ત્યારે ત્યાં જ બેભાન થઇને ઢળી પડ્યા હતા. હાલમાં હું મુંબઇ રહું છું જયા મૃતક સાથે મારો પરિચય થયા પછી મિત્રતા થઇ હતી. લોકડાઉન પછીથી હું મુંબઇથી દમણ રહેવા માટે આવી ગયો છું.

આ પણ વાંચો :ગોઝારો મંગળવાર: ગુજરાતમાં અલગ અલગ અકસ્માતમાં 5 લોકોએ ગુમાવ્યો જીવ

આ પણ વાંચો :કલોલમાં રહસ્યમય વિસ્ફોટમાં બે મકાનો થયા ધરાશાયી, એકનું મોત

આ પણ વાંચો : કિરણ હોસ્પિટલની ઘોર બેદરકારી, બે વર્ષની માસુમ બાળકીને ગુમાવવો પડ્યો જીવ

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…